Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 20
________________ ૧ ॥ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।। શ્રી સિદ્ધસેન દિવાકર કૃત नियति- द्वात्रिंशिका नियतान्तर (?) माव्यक्ति सुखदुःखाभिजातयः । स्वभावः सर्वसत्त्वानां पयःक्षीराङ्कुरादिवत् ॥१॥ अन्वयः आव्यक्ति सुखदुःखाभिजातयः नियतान्तरं (?), पयः क्षीराङ्कुरादिवत् सर्वसत्त्वानां स्वभावः । અર્થ : વ્યક્તિએ વ્યકિતએ સુખ, દુઃખ અને અભિજાતિઓ નિયત(?) છે. પાણી, દૂધ, વનસ્પતિના અંકુર વગેરેની જેમ, સર્વ સત્ત્વોનો–જીવોનો એવો સ્વભાવ હોય છે. : વિવરણ ઃ નિયતિ દ્વાત્રિંશિકાનો મોટો ભાગ પુરુષાર્થવાદ, આત્મવાદ કે પ્રારબ્ધવાદના ખંડનમાં જ રોકાયેલો છે. પુરુષાર્થ આત્મા (જીવ) વિના સંભવિત નથી. આત્મા વિષયક અન્ય દર્શનોની માન્યતાઓની વિરુદ્ધમાં આજીવિક સંપ્રદાયના વિદ્વાનોએ યોજેલા તાર્કિક વિધાનો/યુકિતઓનો દિવાકરજીએ આ દ્વાત્રિંશિકામાં સાર સંક્ષેપ આપ્યો છે. સ્વભાવવાદ નિયતિવાદનો પોષક છે તેથી તે બંને એક જ હોય એ રીતે પણ રજુઆત થઈ છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50