Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 19
________________ 18 સૂચક શબ્દો न च दुःखमिदं स्वयं कृतं न परैर्नोभयजं न चाकृतम्। नियतं न न वाक्षरात्मकं विदुषामित्युपपादितं त्वया ।। તા. ૪, શ્લો. ૨૪ આ દુઃખ સ્વકૃત નથી, અન્ય દ્વારા ઉત્પન્ન કરાયેલું પણ નથી, પોતે અને બીજા – એમ બંને મળીને તેનું નિર્માણ ક્યું છે એમ પણ નથી, કોઈના કર્યા વગર જ તે ઉદ્ભવે છે એમ પણ નથી, તે પૂર્વનિયત નથી, તેમ તે નિત્ય પણ નથી. હે પ્રભુ! તમે સુજ્ઞ જનોને આમ પ્રબોધ્યું હતું. ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबल निश्चयोपलब्ध्यर्थम्। परपक्षक्षोभणम-भ्युपेत्य तु सतामनाचार ॥ દ્વા. ૮, ગ્લો. ૧૬ પોતાના પક્ષના બળાબળનો નિશ્ચય કરવાના હેતથી પરપક્ષના સિદ્ધાંતોનો અભ્યાસ કરવો યોગ્ય છે. પરપક્ષને હરાવવાના ઉદેશથી એવો અભ્યાસ કરવો એ તો સજ્જનો માટે અનાચાર ગણાય. दैवखातं च वदन-मात्मायत्तं च वाङ्मयम्। श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः?।। તા. ૧૨, શ્લો. ૧ મોટું વિધાતાએ કોતરી આપ્યું છે, સાહિત્ય બધું સ્વાધીન છે, બોલેલું સાંભળી લેનારા લોકો મળી રહે છે, તો પછી કયો નિર્લજ્જ માણસ વિદ્વાન–વકતા-વિચારક બનવા ન ઈચ્છે? - શ્રી સિદ્ધસેન દિવાકર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50