Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 26
________________ ત્રીજા શ્લોકમાં “જીવ શરીરાદિના નિર્માણમાં અસમર્થ છે” એની વાત થઈ છે. પુરુષાર્થવાદી આના પ્રત્યુત્તરમાં કદાચ એમ કહે કે જીવ શરીરાદિનું નિર્માણ નથી કરતો, તો અન્ય કોઈક તો કરતું જ હશે ને? કોઈક “કર્તા છે તો ખરોને? તમારા મતે જીવ નહિ પણ બીજાં કોઈક કર્તા છે ને જીવ તેને આધીન છે. ઈશ્વર શરીરાદિનો કર્યા છે એમ માનો. એ રીતે કર્તુત્વ તો આવ્યું જ. આની સામે નિયતિવાદીનો ખુલાસો કંઈક આવો છે : જીવ કર્તા નથી, તેમ તે અન્યને આધીન પણ નથી. જીવ સ્વતંત્ર છે, અન્ય સર્વ પદાર્થો પણ સ્વતંત્ર છે, ન કોઈ નિમિત્ત છે, ન કોઈ તેનું પરિણામ છે; ન કોઈ કર્તા છે, ન કોઈ કાર્ય છે. નિયતિ જ એક માત્ર નિમિત્ત/કર્તા છે. વ્યવહારથી એકને નિમિત્ત, બીજાને પરિણામ કહેવું હોય તો કહો, પરંતુ તે કહેવા પૂરતું જ હશે, વાસ્તવિક નહિ. નિયતિવાદીઓએ દૈનિક વ્યવહારની સરળતા માટે વ્યાવહારિક દૃષ્ટિકોણ સ્વીકાર્યો હતો એ તથ્ય પ્રસ્તુત શ્લોકમાંની ચર્ચાથી સૂચિત થાય છે. શ્લોક ૩૧માં વ્યવહારનો સીધો ઉલ્લેખ પણ થયો છે. પાઠચર્ચા દૃષ્ટાન્તા-મ. विश्वप्रायं पृथिव्यादि-परिणामोऽप्रयत्नतः । विषयस्तत्प्रबोधस्तौ तुल्यौ यस्येति मन्यते ।।७।। अन्वयः पृथिव्यादिपरिणामः अप्रयत्नतः [इनि एतत्] विश्वप्रायं,विषयः तत्प्रबोधःच તો ય તુલ્ય ]િ તિ માન્યતા અર્થ: પૃથ્વી આદિ પદાર્થોનું પરિણમન વિના પ્રયત્ન થાય છે, આ વિશ્વપ્રસિદ્ધ વાત છે. વિષય અને તેનું જ્ઞાન - બંને સરખા છે એવું જે માને છે તે પણ આ વાત માને છે. વિવરણ પૃથ્વી, જળ વગેરે પદાર્થોનું સર્જન-વિસર્જન સ્વયં થયા કરે છે-કોઈના પ્રયત્ન કે કર્તુત્વની તેમાં જરૂર નથી પડતી. આ વાત સર્વમાન્ય છે. હવે, આ પૃથ્વી, જળ આદિ શેય પદાર્થોનો જે બોધ થાય છે અર્થાત ઈન્દ્રિયો

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50