Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 32
________________ ૧૩ જ્ઞાન–વૈરાગ્ય આદિની પ્રાપ્તિ વગેરે માટે પ્રયાસો કરવા જેવા નથી એમ કહ્યું. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિ માટે પ્રયાસ કરવાની ભાવના બુદ્ધિમાં પ્રગટ થાય છે, તેની પાછળનું નિમિત્ત કોણ ? ધર્મ-અધર્મ, જ્ઞાન–અજ્ઞાન, વૈરાગ્ય-અવૈરાગ્ય, ઐશ્વર્ય–અનૈશ્વર્ય - આ બુદ્ધિના આઠ અંગ કહેવાય છે. પ્રકૃતિ દ્વારા પ્રેરિત સત્ત્વાદિ ગુણો બુદ્ધિમાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ઐશ્વર્ય જેવા ભાવો ઉત્પન્ન કરી શકે નહિ, અને આ અંગો તો બુદ્ધિમાં સ્થાન લેતા જોવા મળે છે. ગુણો સાથે આમનો વિરોધ છે. માટે આ અંગોના પ્રેરક નિમિત્તરૂપે આત્મા, ઈશ્વર જેવા તત્ત્વને માન્ય રાખવો જોઈએ-એ પ્રકારની દલીલ આત્મવાદી ઈશ્વરવાદી કરી શકે. આ શ્લોકમાં એનો પ્રતિવાદ કરાયો છે. નિયતિવાદીનું કથન એવું છે કે બુદ્ધિમાં આ આઠ ભાવો ઉત્પન્ન થાય છે તેને માટે આત્માનો પુરુષાર્થ કે ઈશ્વરની પ્રેરણા જેવા કારણ કલ્પવાની જરૂર નથી. વક્તાના અર્થાત્ બોલનાર–સમજાવનારના તેવા તેવા કથનથી શ્રોતામાં જ્ઞાન–વૈરાગ્ય વગેરે જાગી શકે, અજ્ઞાન, અધર્મ આદિ પણ જાગી શકે. કયારેક કોઈ વક્તા ન હોવા છતાં વ્યક્તિમાં આ ભાવો જાગે છે, ત્યાં વ્યક્તિનો પોતાનો ભ્રમપૂર્ણ ઈન્દ્રિયાનુભવ (–પ્રત્યક્ષીકરણ) ભાગ ભજવતું હોય છે. સત્ત્વાદિ ગુણો સાથે આ આઠ ભાવોનો કોઈ વિરોધ નથી. પાઠચર્ચા : ધર્માંત્ર – જૈ., મ., વી., મુ. 'જૈઃ'નો સંબંધ પાછલા શ્લોકમાંના ‘ગુણ’ સાથે હોવાનું ધારીને અર્થઘટન કર્યું છે. આવા શબ્દો દિવાકરજીની સંક્ષેપમાં કથન કરવાની આગવી શૈલીના નમૂનારૂપ છે. असतो तो वेति प्रतिसन्धौ च विग्रहः । असंस्तु हेतुर्धीमात्रं कर्तेति च विशिष्यते ।।१३।। अन्वयः असतः हेतुतः वा इति प्रतिसन्धौ च विग्रहः, असन् हेतुः तु धीमात्रं, [स च] ''' કૃતિઃ વિશિષ્યતે।

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50