Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 31
________________ ૧ ર અર્થ: પ્રવર્તવાનું જ છે એવી રીતે (નિયતિ દ્વારા પ્રેરિત સત્ત્વાદિ-) ગુણો સક્રિય થયા જ કરે છે ત્યારે, જ્ઞાન-વૈરાગ્ય વગેરેની સાધનાઓમાં તું શા માટે અત્યંત આસક્ત થાય છે? વિવરણ માનવીના જીવનમાં સત્ત્વ-રજસ-તમસ વગેરે ગુણો કામ કરતા રહે છે અને માનવી તેને વશ થઈને સારા-ખોટાં કાર્યો કરતો રહે છે. નિયતિવાદીના મતે આમાં કશું ખોટું નથી અને આમાં કશું થઈ શકે એમ પણ નથી. બધું જ નિયત થઈ ચૂકેલું છે. માનવીના વર્તનને સુધારવાનો પ્રયાસ વ્યર્થ જવાનો છે. ગુણો તો તેમનું નિયત કાર્ય કરવાના જ છે. આ સ્થિતિમાં જ્ઞાન-વૈરાગ્ય-તપ-સંયમ જેવા ગુણોની સાધના કરવાની અને તેના દ્વારા મુક્તિ મેળવવાની વાતોમાં પડવા જેવું નથી. નિયતિવાદીના મતે એ ઘેલછા જ છે. નિયતિવાદનો નિષ્કર્ષ આવો જ હોઈ શકે. નિયતિવાદીઓ આવા સ્પષ્ટ શબ્દોમાં ધર્મ-સાધનાની વ્યર્થતાનો બોધ આપતા જ હતા. દિવાકરજી નિયતિવાદીઓના વિધાનોને જ સંક્ષિપ્ત કરીને મૂકે છે; પોતાના અભિપ્રાયને વચ્ચે લાવ્યા વિના સામા પક્ષને યથાવત્ રજૂ કરવો એવી તેમની શૈલી છે. નિયતિવાદી આજીવિકોની આવી માન્યતાની નોંધ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોમાં છે. धर्माद्यष्टाङ्गता बुद्धे-र्न विरोधकृते च यैः (?) । वक्तुराद्यनिमित्तत्वा-द्वितथप्रत्ययादपि ॥१२॥ अन्वयः बुद्ध धर्माद्यष्टाङ्गता च यैः (?) विरोधंकृते न, तस्यां] वक्तुः आद्यनिमित्तत्वात्, वितथप्रत्ययात् अपि [तस्याः सम्भवात्]। અર્થ: બુદ્ધિના ધર્મ-અધર્મ આદિ આઠ અંગોનો ગુણો સાથે વિરોધ નથી; બુદ્ધિમાં ધમધર્માદિ ઉત્પન્ન થવામાં-) બોલનાર મુખ્ય નિમિત્ત હોવાથી તથા મિથ્યા પ્રત્યય (=ભ્રાંતિ, વિપર્યાસ)ના કારણે પણ (-ધર્માદિની ઉત્પત્તિનો સંભવ હોવાથી). વિવરણ :આ શ્લોકનો પાછલા શ્લોકમાંની ચર્ચા સાથે સંબંધ છે. પાછલા શ્લોકમાં

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50