Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 21
________________ સ્વભાવ કે પ્રકૃતિ જ વિશ્વ રચના કે વિશ્વ વ્યવસ્થા પાછળનું એક માત્ર પરિબળ છે એવી વિચારધારા એ સ્વભાવવાદ છે. બધું જ પૂર્વ નિશ્ચિત છે અને આત્માના ઈચ્છા–પ્રયત્નને કોઈ અવકાશ નથી એવી વિચારધારા એ નિયતિવાદ છે. ગોશાલકનો આજીવિક સંપ્રદાય નિયતિવાદી હતો. આ સંપ્રદાય અને તેના ઈતિહાસ વિશે વિસ્તૃત માહિતી મેળવવા HL? gal : History and Doctrines of the Ajivikas: A. L. Basham (મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૧). સુખ-દુઃખની અનુભૂતિ, વિચાર વગેરેને અન્ય દર્શનોમાં આત્માના ગુણ, લક્ષણ કે ધર્મ ગણવામાં આવે છે. નિયતિવાદ કહે છે કે આ બધું નિયતિ દ્વારા નિયત છે. જડ પદાર્થોના સ્વભાવ હોય છે તેમ જીવંત વસ્તુઓના પણ સ્વભાવ હોય છે. સુખ-દુઃખની અનુભૂતિ અને જન્મમરણ એ જીવંત વસ્તુઓનો સ્વભાવ છે. “અભિજાતિ આજીવિક સંપ્રદાયનો પારિભાષિક શબ્દ છે; “જીવોની ચોક્કસ પ્રકારની કક્ષાઓ” એવો એનો અર્થ થાય છે. અભિજાતિઓ છ માનવામાં આવી છે. જૈનદર્શનમાં જાણીતી છ લેશ્યાઓ સાથે આ અભિજાતિઓ સામ્ય ધરાવે છે. અભિજાતિઓ પણ નિયતિ દ્વારા નિયત હોય છે. પાણી, દૂધ તથા અંકુરના ઉદાહરણની અનુક્રમે સુખ, દુઃખ તથા અભિજાતિ સાથે તુલના કરી શકાય. પાણીનો એક સ્વભાવ છે, દૂધનો બીજો, અંકુરનો ત્રીજો. અંકુરનો સ્વભાવ ઊગવાનો છે, એમ સજીવ વસ્તુઓનો અમુક ચોક્કસ જાતિમાં ઉત્પન્ન થવાનો સ્વભાવ છે. અંકુરની સમાનતા આ રીતે “અભિજાતિ સાથે જોઈ શકાય છે. પાઠચર્ચા વીજે., મુ. – આ ત્રણે હ.પ્ર.માં 'નિયતાનન્ત મણિ ' એવો પાઠ છે. મુદ્રિત પ્રતિમાં નિત્યાનન્તરમવ્યક્સિ' એવો પાઠ છે. નિયત' શબ્દ ચર્થ્ય વિષયને અનુરૂપ છે, તેથી અહીં એ સ્વીકાર્યો છે. છંદોભંગ ન થાય એ દષ્ટિએ 'અન્તર' શબ્દ લીધો છે, આમ છતાં પાઠ શંકાસ્પદ જ રહે છે. धर्माधर्मात्मकत्वे तु शरीरेन्द्रियसंविदाम् । कथं पुरुषकारः स्या-दिदमेवेति नेति वा? ।।२।।

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50