________________
વાદીન્દ્ર મલ્યવાદી ક્ષમાક્ષમણનો સમય
જિતેન્દ્ર શાહ
ઉત્તર ભારતની નિરૈન્ય પરંપરામાં થઈ ગયેલી પ્રકાશમાન દાર્શનિક વિભૂતિઓમાં સિદ્ધસેન દિવાકર, મલવાદી ક્ષમાક્ષમણ, અને જિનભદ્રગણિ ક્ષમાક્ષમણ મોખરે છે. મહાતાર્કિક સિદ્ધસેન દિવાકરે કાવ્યબદ્ધ દાર્શનિક કૃતિઓની રચના કરી છે. તેમનાથી નિગ્રન્થ પરંપરામાં દાર્શનિક યુગનો પ્રારંભ થાય છે. શ્વેતામ્બર પરંપરામાં સિદ્ધસેન દિવાકર આદ્ય સ્તુતિકાર અને મહાવાદી તરીકે પ્રસિદ્ધ છે. તેમનો સમય ગુપ્તકાળમાં પાંચમી સદીના પૂર્વાર્ધમાં હોવાનું મનાય છે. જિનભદ્રગણિ ક્ષમાથમણ (પ્રાય: ઈસ્વી ૫૫૦-૫૯૪) આગમિક પરંપરાના દાર્શનિક વિદ્વાનું છે. તેમણે વિશેષાવશ્યક-ભાણ આદિ ગ્રન્થોની રચના કરી છે. મલવાદી અગ્રિમ હરોળના દાર્શનિક છે : તેમણે રચેલ દ્વાદશાર-નયચક્રમાં તત્કાલીન ભારતનાં સમસ્ત દર્શનોની ચર્ચા દ્વારા અનેકાન્તવાદની સ્થાપના કરી છે. મલવાદીના સમય વિશે વિદ્વાનોમાં નોખા નોખા મત પ્રવર્તે છે. તેમને વિક્રમના પાંચમા શતકના પૂર્વાર્ધથી લઈ વિક્રમની દસમી સદીના અંત સુધી થયાનું અનુમાનવામાં આવે છે. પ્રસ્તુત સમયાવધિ અનિશ્ચિતતા-દર્શક હોવા ઉપરાંત કાળની દષ્ટિએ વધુ વ્યાપક હોવાને કારણે આ અંગે વિશેષ ઊહાપોહ થવો જરૂરી છે. આથી સાંપ્રત લેખમાં મલ્લવાદીના સમય અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી રહી છે.
તાર્કિક-ચૂડામણિ મલ્લવાદીએ દ્વાદશાર-નયચક્ર, સન્મતિપ્રકરણટીકા', અને પાચરિત' નામક ત્રણ ગ્રંથોની રચના કરી હતી તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યે આજે તેમની રચલો એક પણ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી; પરંતુ ભિન્ન ભિન્ન કાળમાં થયેલ આચાર્યોએ પોતાના ગ્રંથોમાં તેમના સ્તુતિપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેના આધારે એમ જરૂર કહી શકાય કે તેઓ શ્રેષ્ઠવાદી હતા. આચાર્ય હેમચંદ્ર સિદ્ધહેમ-બ્રહવૃત્તિમાં મલ્લવાદીને શ્રેષ્ઠ તાર્કિક તરીકે બિરદાવે છે. નયચક્રના ટીકાકાર સિંહજૂર મલ્લવાદીની સ્તુતિ કરતાં જણાવે છે કે નયચક રૂપી ચક્ર દ્વારા જેમણે સમસ્ત સ્યાદ્વાદ વિરોધીઓને પરાસ્ત કર્યા છે એવા જિનવચન રૂપી આકાશમાં સૂર્ય સમાન આચાર્ય મલ્લવાદી વિજયવંત છે. તદુપરાંત પ્રાફમધ્યકાળમાં અને મધ્યકાળમાં થઈ ગયેલા અનેક જૈનાચાર્યોએ પોતાના ગ્રંથમાં મલવાદી ક્ષમાક્ષમણનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે, વાદી તરીકે સ્તુતિ કરી છે, તેમ જ તેમની દર્શનપ્રભાવક કૃતિ નયચકનો ઉલ્લેખ પણ કર્યો છે. આચાર્ય હરિભ અનેકાન્તજયપતાકામાં તથા તેની સ્વપજ્ઞ વૃત્તિમાં મલ્લવાદીના એક વાક્યને ટાંકતાં ‘વાદીમુખ્ય' તરીકે બિરદાવ્યા છે. (ગા પ્રા. ઝં, ખં૧, પૃ૮,૧૧૬). દસમી સદીમાં થયેલ રાજગચ્છીય અભયદેવસૂરિએ સન્મતિપ્રકરણટીકામાં મલવાદીનો ઉલ્લેખ કર્યો છે. મધ્યકાલીન જિનેશ્વરસૂરિએ પ્રમાલક્ષ્મ (વિ. સં ૧૮૦ / ઈસ. ૧૦૨૪) નામક ન્યાયગ્રન્થમાં મલ્લવાદી તથા તેમના નયચક્રનો ઉલ્લેખ કર્યો છે. થારાપદ્રગથ્વીય વાદીતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદવૃત્તિ(પ્રાય: ઈ. સ. ૧૦૪૦ પહેલાં)માં નયચક્રનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પૂર્ણતલ્લગચ્છીય શાન્તાચાર્યું ન્યાયાવતારવાર્તિક(પ્રાય: ઈસ્વી ૧૧૦૪)માં મલવાદીનો નિર્દેશ કર્યો છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહથી સન્માનિત થયેલ માલધારી હેમચંદ્રસૂરિએ અનુયોગદ્વાર સૂત્રવૃત્તિ(ઈસ્વી ૧૧૧૯ પહેલાં)માં દ્વાદશાર-નયચકનો ઉલ્લેખ કર્યો છે. ચંદ્રસેન સૂરિએ ઉત્પાદાદિસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) નામક ગ્રંથમાં મલવાદીના નયચક્રની પ્રથમ કારિકા ટાંકી વિશેષાર્થ માટે મૂળ ગ્રંથ જેવાની ભલામણ કરી છે. કુમારપાળ ભૂપાલના સમકાલીન અને પ્રસિદ્ધ વ્યાખ્યાકાર મલયગિરિ(ઇસ્વી ૧૨મી સદી બીજી-ત્રીજું ચરણ)એ ધર્મસંગ્રહાણીવૃત્તિમ આચાર્ય મલ્લવાદીનું સ્મરણ કર્યું છે. આમ અનેક આચાયોએ તેમની તથા તેમના પ્રસિદ્ધ ગ્રંથ નયચકની પ્રશંસા કરી છે. મલ્લવાદી વાદમાં અને દાર્શનિક ચર્ચામાં અજેય પ્રતિપાદક રહ્યા હશે. સંભવત: એ કારણથી તેમના પછી થયેલ મલ્લવાદી નામ ધરાવતા અન્ય મુનિઓના જીવનની ઉકત નયચક્રાકાર મલ્લવાદીના જીવન ચરિત્ર સાથે ભેળસેળ થઈ ગયેલી જોવા મળે છે. નિર્ગસ્થ પરંપરામાં ઓછામાં ઓછા ચારેક મલવાદી થયા છે. (આ અંગે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org