________________
સંપ્રવીણચંદ્ર પરીખ અને ભારતી શેલત
Nirgrantha
આ જિનચન્દ્રસૂરિનો જન્મ સં ૧૩૨૬ (ઈ સ૦ ૧૨૬૯-૭૦)માં અને સં૰ ૧૩૪૧ (ઈ. સ ૧૨૮૪-૧૨૮૫)માં જાલોરમાં આચાર્યપદની પ્રાપ્તિ થઈ. સં ૧૩૭૬ (ઈ. સ૰૧૩૧૯-૨૦)માં સ્વર્ગવાસ થયો. ખરતગચ્છના પટ્ટાવલીકારો તેમને કલિકાલકેવલી તરીકે ઓળખાવે છે. તેમના પટ્ટધર આ જિનકુશલસૂરિનો જન્મ સં૰ ૧૩૩૦ (ઈ સ ૧૨૭૩-૭૪)માં અને સં ૧૩૭૭ (ઈ સ૦ ૧૩૨૦-૨૧)માં પાટણમાં રાજેન્દ્રાચાર્યના હાથે આચાર્યપદની પ્રાપ્તિ થઈ. સા૰ તેજપાલના સંઘ સાથે તેમણે શત્રુંજયની યાત્રા કરી, અને નવમી ટૂકમાં માનતુંગ-જિનપ્રાસાદમાં ઋષભનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં ૧૩૭૭માં ભીલડિયામાં ભુવનપાલના બોતેર જિનાલયમાં મહાવીરસ્વામીની, જેસલમેરમાં જસધવલે ભરાવેલ ચિંતામણિ પાર્શ્વનાથની અને જાલોરમાં પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ચૈત્યવન્દનકુલક વૃત્તિ ગ્રંથની રચના કરેલી.
૪
આ જિનપદ્મસૂરિનો જન્મ સં ૧૩૮ર (ઈ સ ૧૩૨૫-૨૬)માં અને સં૰ ૧૩૯૦ (ઈ. સ. ૧૩૩૩-૩૪)માં આચાર્યપદની પ્રાપ્તિ દેરાઉરમાં થઈ. તેમને બાલધવલકૂચલ સરસ્વતીનું બિરુદ પ્રાપ્ત થયું. તેઓ છાજેડ ગોત્રના હતા. આ જિનલબ્ધિસૂરિને સં ૧૪૦૦ (ઈ સ૰ ૧૩૪૩-૪૪)માં પાટણમાં તરુણપ્રભના હસ્તે આચાર્યપદવી પ્રાપ્ત થઈ. આ જિનચન્દ્રસૂરિને સં૰ ૧૪૦૬ (ઈ સ૰ ૧૩૪૯-૫૦)માં નાગોરમાં આ તરુણપ્રભના હાથે આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. આ જિનોદયસૂરિનો જન્મ સં૰ ૧૩૭૫ (ઈ. સ૰ ૧૩૧૮-૧૯)માં અને સં૰ ૧૪૧૫ (ઈ સ૦ ૧૩૫૮-૫૯)માં ખંભાતમાં આ તરુણપ્રભના હાથે આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. એ જ વર્ષે એમણે વિક્રમરાસની રચના કરી. તેમના શિષ્ય ઉપા. મેરુનંદને જિનોદયવિવાહલો અને પં જ્ઞાનકલશે જિનોદયસૂરિ પટ્ટાભિષેકરાસ રચ્યો.
આ જિનરાજસૂરિને સં ૧૪૩૩ (ઈ. સ. ૧૩૭૬-૭૭)માં પાટણમાં આચાર્યપદની પ્રાપ્તિ થઈ હતી. આ જિનવર્ધને સં. ૧૪૬૮ (ઈ. સ૰ ૧૪૧૧-૧૨)માં દેલવાડામાં તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેઓ ન્યાયના પ્રકાંડ અભ્યાસી હતા. તેમણે આ સ્વર્ણપ્રભ, આ ભુવનરત્ન અને આ સાગરચંદ્રને આચાર્યની પદવી આપી.
આ જિનભદ્રસૂરિનો જન્મ સં ૧૪૫૦ (ઇ. સ૰ ૧૩૯૩-૯૪)માં અને સં ૧૪૭૫ (ઈ. સ૰ ૧૪૧૮-૧૯)માં ભણસોલમાં તેમને આચાર્યપદની પ્રાપ્તિ થઈ. એમણે જિનસત્તરી, અપવર્ગનામમાલા, દ્વાદશાંગીપદપ્રમાણકુલક વગેરે ગ્રંથોની રચના કરી. આ ઉપરાંત ગિરનાર, ચિત્તોડ, મંડોવર વગેરે સ્થળોએ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા. કરાવી તેમજ માંડવગઢ, જેસલમેર, જાલોર, પાટણ, ખંભાત, નાગોર વગેરે સ્થાનોમાં ગ્રંથભંડારો સ્થાપ્યા. આ આચાર્યે સં ૧૫૦૧, વૈશાખ સુદિ ૪ ને રવિવારે ૧૧ એપ્રિલ, ઈ. સ. ૧૪૪૫ જેસલમેરમાં પોતાને હાથે સિદ્ધહેમશબ્દાનુશાસન-વૃત્તિ લખી છે. તેમના સમયમાં ખરતરગચ્છમાં ‘પિપ્પલક’ શાખાભેદ નીકળ્યો.
આ જિનચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૪૮૭ (ઈ સ ૧૪૩૦-૩૧)માં અને સં. ૧૫૧૫ (ઈ. સ૰ ૧૪૫૮-૫૯)માં કુંભલમેરુમાં આ કીર્તિરત્નના હાથે આચાર્યપદની પ્રાપ્તિ થઈ. તેમણે જેસલમેર, આબૂ, ચિત્તોડ વગેરે સ્થળોએ જિનપ્રતિષ્ઠાઓ કરાવી. આ જિનસમુદ્રસૂરિનો જન્મ સં૰ ૧૫૦૬ (ઈ. સ૦ ૧૪૪૯-૫૦)માં અને સં ૧૫૩૩ (ઈ સ. ૧૪૭૬-૭૭)માં પુંજપુરમાં આ જિનચન્દ્રસૂરિના હસ્તે આચાર્યપદની પ્રાપ્તિ થઈ. તેઓ પરમ ત્યાગી હતા. તેમણે પંચનદીપીરની સાધના કરી હતી. તેમણે જેસલમેરમાં સં૰ ૧૫૩૬ (ઈ. સ. ૧૪૭૯-૮૦)માં પ્રતિષ્ઠાઓ કરાવી. આ જિનહંસસૂરિનો જન્મ સં ૧૫૨૪ (ઈ સ ૧૪૬૭-૬૮)માં અને સં ૧૫૫૫ (ઈ. સ૰ ૧૪૯૮-૯૯)માં અમદાવાદમાં આચાર્યપદની પ્રાપ્તિ થઈ. સં. ૧૫૫૬ (ઈ. સ. ૧૫૦૦)માં બિકાનેરમાં આ શાંતિસાગરના સૂરિમંત્રથી ભટ્ટારકપદ મળ્યું અને સં ૧૫૮૨ (ઈ. સ૰ ૧૫૨૫-૨૬)માં અમદાવાદમાં સ્વર્ગવાસ થયો. બાદશાહ સિકંદર લોદીએ આચાર્યશ્રી, ૧૩ સાધુઓ તેમજ ૫૦૦ માણસોને ધોળપુરની કેદમાં પૂર્યા હતા. જીરાવલા પાર્શ્વનાથના આરાધનથી કેદમાંથી બધા મુકત થયા અને તેમણે બાદશાહને ઉપદેશ આપી અમારિ પ્રવર્તાવી. આ જિનહંસે ઘણી પ્રતિષ્ઠા કરાવી,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org