Book Title: Nirgrantha-1
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 226
________________ Vol. I.1995 પાદશાહ અકબરના... પ્રથમ આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિથી શરૂ થાય છે. આ ઉદ્યોતનસૂરિ જંબુસ્વામીની પરંપરામાં ચંદ્રકલની વિહારકશાખામાં થયા. વનવાસીગચ્છના છેલ્લા આચાર્ય વિમલચન્દ્રસૂરિની પાટે આ આચાર્ય થયા. સં. ૯૯૪ (ઈ. સ. ૯૩૭-૮)માં તેમણે વડગચ્છની સ્થાપના કરી. પૂર્વનાં તીર્થોની યાત્રા કરી સં. ૯૯૪માં આબૂ પધાર્યા. આબૂની તળેટીમાં તેલી ગામમાં પોતાના શિષ્યો સવદેવ, માનદેવ, મહેશ્વર, પ્રદ્યોતન વગેરે આઠ મુનિઓને વડના વૃક્ષ નીચે આચાર્યની પદવી આપી ત્યારથી તેઓ વડગચ્છના નામથી પ્રસિદ્ધ બન્યા. આ ગચ્છ નિરૈન્ય પરંપરાનો પાંચમો ગચ્છ છે. તેને બૃહદગચ્છ પણ કહે છે. આ ગચ્છની ઘણી શ્રમણ પરંપરાઓ ચાલી. - વડગછની છઠ્ઠી પરંપરામાં આ ઉદ્યોતનસૂરિ પછી આ વર્ધમાનસૂરિ થયા. સં. ૯૯૫માં આ ઉદ્યોતનસૂરિએ પોતાના સર્વદેવ વગેરે આઠ શિષ્યોને આચાર્યપદ આપ્યું અને તે પછી વર્ધમાનસૂરિને પણ અજારીમાં આચાર્યપદ આપ્યું. વર્ધમાનસૂરિ શાસ્ત્રાનુસાર મુનિજીવન ગાળતા. તેથી તેમની પરંપરા સુવિહિત તરીકે પ્રખ્યાત છે. આ જિનેશ્વર અને આ બુદ્ધિસાગર તેમના પટ્ટધરો હતા. સં. ૧૮૮માં અનશન કરી સ્વર્ગવાસી થયા. વર્ધમાનસૂરિના શિષ્ય આ જિનેશ્વરસૂરિએ સં. ૧૮૦માં જાલોરમાં હારિભદ્રીય અટપ્રકરણ વૃત્તિ, પંચલિંગીપ્રકરણ, પ્રમાલક્ષ્મ, સં. ૧૦૯રમાં આશાવલમાં લીલાવઈ કહા, જાબાલિપુરમાં ચત્યવંદનવિવરણ, સં. ૧૧૮માં ડીંડુઆણકમાં કથાકોસ-પગરણ-ગાથા, કહાવિવરણવૃત્તિ વગેરે ગ્રંથો રચ્યા છે. આ જિનવલ્લભ ગણિ આ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૧૬૭, આષાઢ સુદિ ૬ (૧૪ જૂન, ઈ. સ. ૧૧૧૧)માં ચિત્તોડમાં આચાર્યપદ મેળવ્યું. તેમણે અનેક સ્તોત્રો અને ૨૧ જેટલા ગ્રંથોની રચના કરી છે, જેમાં પિંડવિયોહિ-પગરણ (સં. ૧૧૪૪ - ઈ. સ. ૧૮૭-૮૮), સ્માર્થસિદ્ધાન્તવિચાર, પોસહવિધિ કરાણ, સંઘપટ્ટક, પ્રતિકમાણ સામાચારી, ધર્મશિક્ષા, અને પ્રશ્નોત્તરષષ્ટિશતક જેવા ગ્રન્થોનો સમાવેશ થાય છે. સં. ૧૧૬૪ (ઈ. સ. ૧૧૦૭-૮)માં ચિત્તોડ, નાગોર, નરવર, અને મરપુરમાં અષ્ટસખતિકા, સંઘપટ્ટક, અને ધર્મશિલા જેવા ગ્રંથો શિલા પર કોતરાવ્યા. આ જિનદત્તસરિનો જન્મ સં. ૧૧૩ર (ઈ. સ. ૧૦૭૫-૭૬)માં ધંધુકામાં. સં. ૧૧૪૧ (ઈ. સ. ૧૮૪-૮૫)માં દીક્ષા અને સં ૧૧૬૯ (ઈ. સ. ૧૧૧૨-૧૩)માં ચિત્તોડમાં આચાર્યપદની પ્રાપ્તિ થઈ. સં૧૨૦૪ (ઈ. સ. ૧૧૪૭-૪૮)માં તેમણે ખરતરગચ્છની સ્થાપના કરી. આ જિનદત્તસૂરિએ ગણધરસાર્ધશતક, ગણધરસપ્તતિ, સુગુરુપરતંત્ર, વ્યવસ્થાનુલક, ચસવંદનકુલક, ઉપદેશરસાયન, કાલસ્વરૂપ, અને ચર્ચરી જેવા ૧૨ જેટલા ગ્રંથોની રચના કરી. આ આચાર્યના સમયમાં મધુકરગચ્છ નીકળ્યો. તેમની સમાધિસ્તુપ અજમેરમાં બનાવવામાં આવ્યો જેની પ્રતિષ્ઠા આ જિનચન્દ્રસૂરિએ સં. ૧૨૨૧ (ઈ. સ. ૧૧૬૪-૬૫)માં કરી. આ જિનચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૧૯૭ (ઈ. સ. ૧૧૪૦-૪૧)માં અને સં. ૧૨૨૧ (ઈ. સ. ૧૧૬૪-૬૫)માં બિકાનેરમાં આચાર્યપદની પ્રાપ્તિ થઈ. તેમના પટ્ટધર આ જિનપતિસૂરિનો જન્મ સં. ૧૨૧૦ (ઈ. સ. ૧૧૫૩-૫૪) અને સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૬)માં આચાર્યપદની પ્રાપ્તિ થઈ. સં૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૭-૭૮)માં ફ્લૌધિમાં ભગવાન પાર્શ્વનાથનું નવું ખરતરગચ્છીય ચૈત્ય બનાવ્યું. શ્રેષ્ઠી નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી બનાવેલા. પ્રબોધ્યવાદસ્થલ, તીર્થમાલા, પંચલિંગીપક રાગ-વિવરણ, અને સંઘપટ્ટકની બહન ટીકા જેવા ગ્રંથોની અને કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી'. આ જિનેશ્વરસૂરિનો જન્મ સં. ૧૨૪૫ (ઈ. સ. ૧૧૮૮-૮૯)માં અને સં. ૧૨% (ઈ. સ. ૧૨૨૧-૨૨)માં જાલોરમાં આ સવદિવના હાથે આચાર્યની પદવી મળી. સં. ૧૩૧૩ (ઈ. સ. ૧૨૫૬-૫૭)માં પાલનપુરમાં શ્રાવકધર્મ પ્રકરારની રચના કરી. આ ઉપરાંત કમકમયચતવિંશતિ-જિનસ્તવન તથા પાર્શ્વનાથ જિનસ્તવનની રચના કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342