________________
લખપતિ કૃત ‘“સેત્તુજચેત્તપ્રવાડિ’
કહી, પોતાનું કર્તૃત્વસૂચક ‘લખપતિ' નામ જણાવી વાત પૂરી કરે છે : (૧૪-૧૫)
આ યુગની કૃતિઓમાં સામાન્યત: હોય છે તેવું કાવ્યતત્ત્વ ધરાવતી, આ પંદર જ કડીમાં પૂરી થતી પરિપાટિમાં એવી કોઈ નવી વાત નથી જે ચૌદમા-પંદરમા શતકના તીર્થ-યાત્રીઓએ ન કહી હોય. ઊલટું કેટલીક વિગતો, જેમકે ખરતરવસહીનું વિગતે વર્ણન નથી, તેમ જ કેટલાંક દેવભવનો, જેવાં કે મરુદેવીની ટૂક પરના છીપાવસહી, મોલ્હાવસહી, અને આદીશ્વર ટૂંકમાં આદિનાથનાં મૂલ્ય ચૈત્યની સન્નિધિમાં રહેલ વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી. સાંપ્રત પરિપાટિની રચના સત્તરમા સૈકાથી પૂર્વે થઈ હોવા વિષે ભાષા ઉપરાંત અંદર સત્તરમા સૈકાની બે ખ્યાતનામ વાસ્તુ-રચનાઓ—મરુદેવીની ટૂક પરનો ‘સવાસોમા'નો ‘ચૌમુખ પ્રાસાદ’ (સં ૧૬૭૫ / ઈ સ૰ ૧૯૧૯) અને વિમળવશી ટૂંકનો મનૌતમલ્લ જયમલ્લજીના ચાર રંગમંડપવાળા મોટા ચતુર્મુખ મંદિર (સં. ૧૬૮૨ / ઈ. સ. ૧૬૨૬) — જેના વિષે અન્યથા સત્તરમા સૈકાના યાત્રિકો અચૂક રીતે કહે છે જ, તેનો ઉલ્લેખ નથી, તે કારણસર વિશેષ પ્રમાણ મળી રહે છે. સોળમા શતકના અંતની અને સત્તરમા સૈકાની પ્રારંભની પરિપાટિઓમાં વિગતો ક્રમશઃ ઓછી થતી જાય છે, તે પરિસ્થિતિની આ અગ્રચારી કૃતિ ગણી શકાય.
Vol. 1-1995
ટિપ્પણો :
૧) આની વિગતવાર ચર્ચા મૂળપાઠ સહિત હું મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં કરનાર હોઈ, અહીં વિગતમાં ઊતરવું અનાવશ્ય છે.
૨) અન્ય સૌ પરિપાટિકારો સ્વર્ગારોહણપ્રાસાદમાં મિવિનમિ અને નાલેય એમ મળી કુલ ત્રણ જ બિંબની વાત કરે છે.
Jain Education International
For Private Personal Use Only
૫
www.jainelibrary.org