________________
વાદી-કવિ બપ્પભટ્રિસૂરિ
ભાવાદિ સ્પષ્ટતયા સૂરિની જ કાવ્યરીતિ સૂચવી જાય છે. પ્રકૃત સ્તુતિ-કાવ્ય તેની લઢણ તથા અન્ય તમામ લક્ષણો જોતાં સ્પષ્ટતયા પ્રાક્ર્મધ્યકાલીન છે, અને શૈલી-વૈશિષ્ય બપ્પભટ્ટિ તરફ જ અંગુલિ-નિર્દેશ કરે છે. (આ સિવાય પણ સૂરીશ્વરની અન્ય રચનાઓ હશે; વિશેષ શોધખોળ અને પરીક્ષણથી તેમાંથી કોઈક ને કોઈક પ્રકાશમાં આવવાની શકયતા છે.)
Vol. 1-1995
બપ્પભટ્ટિની ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા વિષયે તેમની રચનાઓમાંથી ઉપર ઉદ્ધૃત કરેલ પદ્મો સાક્ષીભૂત બની રહે છે. એમની કાવ્યશૈલી માંજુપરક, માર્દવલક્ષી, શ્રુતિમધુર, અને પ્રશાન્તરસપ્રવણ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રતીહારકાલીન સંગ્રહકાર શંકુક, મહાકવિ ધનપાલ, નાગેન્દ્રગચ્છીય વિજયસિંહસૂરિ, બૃહદ્ગચ્છીય નેમિચન્દ્રસૂરિ, અમમસ્વામીચરિત્ર-પ્રશસ્તિકાર જિનસિંહસૂરિ, અને વિનયચન્દ્રસૂરિ સરખા કાવ્યમર્મજ્ઞોએ સૂરિવર ભદ્રકીર્તિની ભારતીને અર્પેલી અંજલિઓ અસ્થાને નહોતી.
પ્રભાવકચરિતકારના કહેવા પ્રમાણે આમરાજે કાન્યકુબ્જમાં સો હાથની ઊંચાઈનું અને ગોપગિરિમાં (કર્ણમાને) ૨૩ હસ્તપ્રમાણ, એમ જિન મહાવીરનાં બે મન્દિરો નિર્માવેલાં. (ગોપગિરિના જિનાલયને મત્તવારણયુકત મંડપ હોવાનો ઉલ્લેખ પ્રભાવકચરિતકાર કરે છે .) કનોજવાળું મન્દિર તો એ નગરના મધ્યયુગમાં વારંવાર થયેલ વિનાશમાં લુપ્ત થયું છે. ગોપગિરિ પર હાલ ચારેક જેટલાં જૂનાં મન્દિરો વિદ્યમાન છે, જેમાં એક જૈન મન્દિર છે ખરું, પણ તે તો સાધારણ કોટીનું અને વિશેષમાં મધ્યકાળનું છે. મહાવીરનું પુરાણું મન્દિર તો કાળના ગર્ભમાં વિલીન થયું જણાય છે, પરન્તુ આઠમા શતકના ઉત્તરાર્ધ, તેમજ નવમા શતકમાં મૂકી શકાય તેવી ઘણી જિનપ્રતિમાઓ ત્યાંના વિશાળ પહાડી કિલ્લા અંતર્ગત પ્રાપ્ત થઈ છે. વિશેષમાં ગોપગિરિ-વીરના મન્દિર સમ્બદ્ધ કેટલાક અન્ય, અને પ્રબન્ધોથી જૂના, સાહિત્યિક ઉલ્લેખો પણ મળે છે, જે હવે યથાક્રમ જોઈએ :
(૧) સંગમસૂરિના તીર્થમાલા-સ્તવન (૧૨મી સદી પૂર્વાર્ધ)માં આમરાજ કારિત ગોપગિરિના જિન વીરનો જયકાર જગાવ્યો છે : યથા :
૨૩
यस्तिष्ठति वरत्रेश्मनि सार्द्धाभिर्द्रविणकोटिभिस्तिसृभिः निर्मापितोऽऽमराज्ञा गोपगिरौ जयति जिनवीरः ||१०||
(૨) હર્ષપુરીયગચ્છના શ્રીચન્દ્રસૂરિએ સ્વરચિત પ્રાકૃત મુનિસુવ્રતચરિત્ર (સં૰ ૧૧૯૩ / ઈ સ ૧૧૩૭)માં એમના પ્રગુરુ અભયદેવસૂરિ સંબદ્ધ સુકૃત-વર્ણનામાં સૂરીશ્વરે ગોપગિરિ પહોંચી, રાજા ભુવનપાલને મળી, ખૂબ પ્રયત્ન બાદ, પૂર્વના રાજાએ જાહેર કરેલ શાસનથી બંધ થયેલ, ત્યાંના શિખર પર રહેલ ચરમ જિન (વર્ધમાન-મહાવીર)ના દ્વારને શાસનાધિકારીઓના અવરોધથી મુકત કરાવેલું તેવી વાત નોંધી છે : યથા :
Jain Education International
गोपगिरसिहरसंठियचरमजिणाययणदारमवरुद्धं । पुनिवदिन्नसासणसंसाधणिअहिं चिरकालं ॥ १०० ॥
तूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं । अइसपयत्तेणं मुक्कलयं कारियं जेण ॥ १०१ ॥ |
આ અભયદેવસૂરિ ઇસ્વીસનની ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને જયસિંહદેવ સિદ્ધરાજના શાસનના પ્રાયઃ પહેલા દશકા સુધી વિદ્યમાન હતા. ગ્વાલિયરના જે ‘ભુવનપાલ' રાજાનો સન્દર્ભ આ ઘટનામાં આવે છે તે કચ્છપઘાતવંશીય રાજા ‘મહિપાલ' જણાય છે, જેનું શાસન ઈ સ ૧૦૯૩માં હોવાનું ત્યાં દુર્ગસ્થ અભિલેખથી જાણમાં છે”. આથી સિદ્ધ થાય છે કે આમરાજ કારિત જિન વીરના પ્રાસાદથી મધ્યકાલીન
For Private Personal Use Only
www.jainelibrary.org