________________
સં- મધુસૂદન ઢાંકી
Nirgrantha
જે કહે છે તે જોઈએ. અષ્ટાપદપ્રાસાદ આદીશ્વરની જમણી બાજુએ મૂળ વસ્તુપાળનો કરાવેલો હતો તેમ આપણે જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (સં૰ ૧૪૯૭ / ઇ. સ. ૧૪૪૧) પરથી જાણીએ છીએ. જિનપ્રભસૂરિ પણ તે શકુનિચૈત્યની પાછળ હતું તેવો ઉલ્લેખ કરે છેઃ હવે આ અષ્ટાપદપ્રાસાદને પણ ‘‘નવો કરાવ્યો’’ એવું વિશેષાભિધાન પ્રબન્ધકાર કકકસૂરિ આપે છે :
૩૮
तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक्त देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ।।
नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४/२०५
આથી ‘“નવા’” શબ્દથી ‘અભિનવ પ્રાસાદ’ નહીં પણ મુસલમાનોએ તોડેલ અગાઉના મંદિરને કાઢી નાખી પુનરુદ્વારમાં નવું જ દેવકલ્પ ઊભું કરાવ્યાનો આશય અભિપ્રેત માનવો ઘટે. આથી વીસ વિહરમાન જિનનું ભવન પણ ભંગ પૂર્વે હસ્તીમાં હતું તેમ માનવાને કારણ રહે છે. ધર્મઘોષસૂરિના ગચ્છના આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની સં ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦ની કૃતિમાં ‘‘મવા સ્તૌમિ વિષેમન્ડન બિનાન્ સીમંધરાનાદ્યાપિ'' એવો ઉલ્લેખ આવતો હોઈ તીર્થભંગથી ૪૩ વર્ષ પૂર્વે, અને વસ્તુપાલ-તેજપાલના જમાના પછી, વીસવિહરમાનનું મંદિર બંધાઈ ચૂકયું જણાય છે”. સ્તોત્રકાર ત્યાં ગયા ત્યારે તે મંદિર નવનિર્મિત રૂપે વિદ્યમાન હતું તેવો ઈંગિતાર્થ નીકળી શકે. જોકે શત્રુંજય જેવા મહાતીર્થની યાત્રા જિનપ્રભસૂરિએ પોતાના પાછોતરા કાળમાં, ઇ. સ૰ ૧૩૨૯થી થોડુંક જ પહેલાં, કરી હોય તેમ માની શકવું મુશ્કેલ છે. આ યાત્રા તેમણે સાધુપણાની શરૂઆતનાં વર્ષોમાં જ કરી લીધી હોવી જોઈએ. તેમના કલ્પેલેખનનો કાળ (જિનવિજયજી અંદરના પ્રમાણોથી અંદાજે છે તેમ) ઈ. સ. ૧૩૦૮ પહેલાં શરૂ થઈ ઈ સ ૧૩૨૯ વા ૧૩૩૩ પછી પણ ચાલુ રહ્યો હશે'. એમ લાગે છે કે તેઓ શત્રુંજય પર યાત્રાર્થે પોતાના સાધુપણાનાં આગલાં વર્ષોમાં, અને એથી તેરમા શતકનાં અંતિમ વર્ષો આસપાસ ગયા હશે કે પછી ચૌદમા શતકની શરૂઆતમાં. તીર્થભંગ અને પુનરુદ્ધાર વિષે તેમણે જે લખ્યું છે તે તેમના ‘‘શત્રુંજય’’ને છેવાડે જ આવે છે, અને તે ત્યાં ‘તાજાકલમ’ (postscript) રૂપે હોય તેવો ભાસ ઊઠે છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર પર્વત પર ગયા ત્યારે વીસ વિહરમાનનું એ મંદિર ફરીને બની ચૂકેલું તે તો નિર્વિવાદ છે. એથી સ્તોત્રકાર ત્યાં જિનપ્રભસૂરિ ગયા તે પછીના (જોકે સમીપના) કાળમાં, તીર્થના પુનરુદ્ધાર બાદ, ગયા હશે અને ત્યારે તેમણે એ વીસ વિહરમાન જિનનું મંદિર જોયું હશે : અને જિનપ્રભસૂરિ આ મંદિરની નોંધ લેવી ભૂલી ગયા લાગે છે. સ્તોત્ર, વર્ણિત ચૈત્યોના પહાડ પર પ્રસ્તુત કાળ-ખંડની પરિસ્થિતિ રજૂ કરતું હોવાની સંભાવના સ્થાપિત કરીએ તો તે અનુચિત નહીં ગણાય; અને એથી સ્તોત્રકારની વિદ્યમાનતાનો કાળ તેરમા શતકના અંતિમ ચરણથી લઈ ચૌદમા શતકના પહેલા ચરણનાં વર્ષોમાં હોવાનું માની શકાય.
હવે છેલ્લો મુદ્દો જોવાનો છે તે જિનપ્રભસૂરિ વિરચિત ‘‘શત્રુંજયતીર્થંકલ્પ’’ અને આ ‘‘પરિપાટિકા’’ વચ્ચે રજૂઆતમાં દેખાતું સામ્ય. ઘડીભર એમ લાગે કે બેમાંથી એકે બીજાની કૃતિ જોઈ હશે. જો સ્તોત્રકારે ‘‘કલ્પ’’ જોયો હોય તો તે ૧૩૩૩ બાદ કેટલોક કાળ વીત્યે જ બની શકયું હોય. પણ ખરેખર કલ્પ તેમને ઉપલબ્ધ હોય તો તેમાં બીજી કેટલીક ઉપયોગી વાતો છે તેનો પણ સમાવેશ સ્તોત્રમાં થયો હોત. ઊલટ પક્ષે સ્તોત્રને જો જિનપ્રભસૂરિએ જોયું હોત તો સ્તોત્રમાં આપેલ ‘વીસવિહરમાનજિન'ના મંદિરની નોંધ લેવી તેઓ ચૂકે નહીં. બંનેનાં કથન વચ્ચે સમાનતા દેખાવાનાં કારણોમાં તો સામગ્રીની સમાનતા, ડુંગર પર અવસ્થિત દેવભવનોનાં પારસ્પરિક સુનિશ્ચિત સ્થાન, અને ખાસ કરીને આદીશ્વરની ટૂકનો પ્રદક્ષિણાક્રમથી નિશ્ચિત બનતો, પરંપરાગત ભ્રમણમાર્ગ, અને બન્ને લેખકોનું સમકાલત્વ ઇત્યાદિ કામ કરી ગયા હશે તેમ માનીએ તો તે અવાસ્તવિક નહીં ગણાય.
આ સ્તોત્રના કર્તા કોણ હશે તે વિષે વિચાર કરવાનો કેટલાક કારણોસર અવકાશ રહે છે. યુગપ્રધાન આચાર્યવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org