________________
મધુસૂદન ઢાંકી
Nirgrantha
ગુજરાત પરિચિત હતું અને ગુજરાતના જૈન શ્વેતામ્બર મુનિઓ-યાત્રિકો એ તરફ મધ્યકાળમાં ફરીને જતા આવતા થયા હશે તેમ લાગે છે.
(૩) તપાગચ્છીય જિનહર્ષ ગણિએ વસ્તુપાલચરિત (સં. ૧૫૦૫ | ઈસ. ૧૪૪૯)માં ગોપગિરિ પર મન્ત્રીસ્વરે
કરાવેલ સુકૃતોની જે નોંધ લીધી છે તેમાં ગોપગિરિના આમ નરેન્દ્ર કારિત વીર જિનના ભવનનો ઉલ્લેખ આવે છે. તે મન્દિર પર મન્ત્રીએ હેમકશ્મ મુકાવ્યાની, તેમ જ ત્યાં “આમસરોવર'ની પાળે મન્ત્રીએ પોતાના કલ્યાણ માટે શાન્તિનાથનું મન્દિર કરાવ્યાની નોંધ લીધી છે. આ ઉલ્લેખ પણ ગોપગિરિ પર આમરાજ કારિત જિન વીરના મન્દિર વિષેનું એક પશ્ચાત્કાલીન પણ સમર્થક પ્રમાણ આપી રહે છે.
ગોપગિરિથી મળેલ જિન પ્રતિમાઓમાં જેનો સમય બપ્પભટ્ટિનો હોઈ શકે તેવી બે પ્રતિમાઓ - જિન ઋષભ તથા અહેતુ પાર્શ્વ – નાં ચિત્રો (ક્રમાંક ૨ તથા ૩માં) રજૂ કરું છું, અને વસ્તુપાળના સમયમાં મૂકી શકાય તેવો ત્યાંથી મળેલ એક જિનપ્રતિમાનો શિલાખંડ ચિત્ર ૪માં પ્રસ્તુત કર્યો છે. આદિનાથની ઉપર કથિત, પ્રશમરસ-દીપ્ત, પ્રતિમા કદાચ મંદિરના બહિર્ભાગે કટિ પર કંડારી હશે, જ્યારે પાર્શ્વનાથવાળું બિંબ અખંડ હશે ત્યારે કાયવ્યત્સર્ગ-મુદ્રામાં જિનને રજૂ કરતું હશે, અને તે ઉપાસ્ય પ્રતિમાં હશે.
મથુરામાં બપ્પભટ્ટસૂરિએ જે સુકૃતો કરાવેલાં તેની નોંધ “મથુરાપુરકલ્પ'માં જિનપ્રભસૂરિએ લીધી છે. પહેલી નોંધમાં કહ્યું છે કે વીર નિર્વાણના ૧૨૬૦ વર્ષે (ઈ. સ. ૭૩૩માં) બપ્પભટ્ટસૂરિ થયા; તેમણે (મથુરા તીર્થનો) ઉદ્ધાર કરાવ્યો, પાર્વજિનની પૂજા કરાવી, ને ઈંટના સ્તૂપને પથ્થરથી મઢાવ્યો, કૂપવાડીનાં નિર્માણ કરાવ્યાં, ઈત્યાદિ :
तओ वीरनाहे सिद्धं गो साहिहिं तेरसोहिं वरिसणं बप्पभट्टिसूरी उप्पणणो तेण वि अयं तित्थं उद्धरि। पासजिणो पूआविओ। सासयपूअकरणत्थं काणणकूवकोट्टा काराविआ। चउरासीई अणीओ दाणिआओ। संधेणइदाओ रवसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढतो थूभो। देवयाओ सुमिणंतरे वारिओ। न उग्घाडेयघो असु त्ति । तओ देवयावयणेणं न उग्घाडिओ, सुघडिअपत्थरेहिं परिवेढिओ अ।
બીજી નોંધમાં કહ્યું છે કે આમરાજ જેના (ચરણકમલ સેવે છે તેવા ?) બપ્પભટ્ટએ વિસં. ૮૨૬ (ઈસ. ૭૭૦)માં મથુરામાં વીરબિંબ સ્થાપ્યું: યથા :
गोवालगिरिमि जो भुंजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहद्दि
सूरिणा अट्ठसयछव्वीसे (८२६) विक्कमसंवच्छरे सिरिवीरबिंब महुराओ छाविअं।" મથુરાનો સ્તૂપ જ્યાં હતો તે કંકાલી ટીલામાંથી, તેના પરિસરમાં, તેમજ મથુરામાંથી અન્યને મળેલી જૈન પ્રતિમાઓમાં કોઈક શકકાલીન, પણ ઘણીખરી કુષાણકાલીન, અને થોડીક ગુપ્તકાલીન તેમજ મધ્યકાલીન છે, પણ એક પ્રતિમા એવી છે કે જેને આઠમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ચિત્ર '૧' માં રજૂ કરેલા જિન અરિષ્ટનેમિની પદ્મપ્રભાવલીયુકત (પણ શીર્ષવિહીન) પ્રતિમામાં પદ્માસનસ્થ જિનની આજુબાજુ વિભૂતિ રૂપે, મહાપ્રાતિહાર્ય રૂપે, બે ચામરધારો હોવા અતિરિકત શક-કુષાણ કાળથી ચાલી આવતી મથુરા-પરિપાટી અનુસાર વાસુદેવ તેમ જ બલદેવની ચતુર્ભુજ આકૃતિઓ પણ કોરી છે, તદુપરાન્ત પશ્ચિમ ભારતની જિનપ્રતિમા–પ્રથા અનુસાર નીચે સવનુભૂતિ યક્ષ તેમ જ સિંહારૂઢા પક્ષી અમ્બિકા પણ બતાવ્યાં છે, જે સૂચક છે. બપ્પભટ્ટ અહીં આવ્યા હશે ત્યારે વીર-બિમ્બ સિવાય આ જિન અરિષ્ટનેમિની પ્રતિમા પણ કાં તો એમણે, કે પ્રતિષ્ઠા અવસરે એમના અનુરોધથી યા અન્યથા એ સમયે કોઈ શ્રાવકે ભરાવી હોય તો બનવાજોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org