________________
વાદી-કવિ બપ્પટ્ટિસૂરિ
લેખ સમાપન સમયે હવે એક મુદ્દાનું નિરાકરણ થવું જરૂરી છે. બપ્પભટ્ટિસૂરિ સાથે દિગમ્બર સંપ્રદાયમાં હોવાં ઘટે તેવાં કેટલાંક તત્ત્વો જોડાયેલાં છે : યથા :
Vol, I-1995
(૧) કીર્ત્યન્ત નામો દિગમ્બર(તથા યાપનીયસંઘ)ના મુનિવરોમાં મળે છે, શ્વેતામ્બર આમ્નાયમાં ચોથી-પાંચમી શતાબ્દી બાદ આમ તો જોવા મળતાં નથી: એમનું ‘ભદ્રકીર્તિ’ નામ જરા વિચારમાં નાખી દે છે.
(૨) ગ્વાલિયરને દિગમ્બર સમ્પ્રદાય સાથે સાંકળતાં પંદરમા શતક પૂર્વેનાં સાહિત્યિક પ્રમાણો હજી સુધી તો મળ્યાં નથી, પણ જેટલી પુરાણી તેમ જ મધ્યકાલીન જિનપ્રતિમાઓ ત્યાંથી મળી છે તે સૌમાં નગ્નત્વ સૂચિત છે જ. બીજી બાજુ જોઈએ તો જોરદાર અને વધારે પુરાણાં સાહિત્યિક પ્રમાણો તો શ્વેતામ્બર સમ્પ્રદાયને ગોપગિરિ સાથે સાંકળે છે. એવું હશે કે મથુરાની જેમ અહીં પણ શ્વેતામ્બરોએ જિનપ્રતિમાઓ નિર્વસ્ત્ર રૂપે રજૂ કરવાની અન્યથા પાંચમા શતકના અંતિમ ચરણ પૂર્વેની ઉત્તરની પુરાણી પરમ્પરા ચાલુ રાખી હશે ? શું લાટ દેશમાં શરૂ થયેલી અને પછીથી સાતમા શતકમાં તો ગૂર્જરદેશ સુધી પહોંચી ગયેલી, તીર્થંકરોને કટિવસ્ત્ર (ધોતિયાં) સહિત પ્રસ્તુત કરવાની, પ્રણાલિકા હજુ દશાર્ણાદિ મધ્યપ્રદેશના પંથકોમાં અને શૂરસેનાદિ ઉત્તરના પ્રદેશોમાં શ્વેતામ્બરોને માન્ય નહીં બની હોય ? ગમે તે હોય, નવમી શતાબ્દીના પ્રથમ ચરણના અરસામાં સંગ્રહકાર શંકુક તથા ૧૧મી સદીના પ્રારંભમાં મહાકવિ ધનપાલ તો બપ્પભટ્ટિને શ્વેતામ્બર સાધુ રૂપે જ માનતા હતા, અને ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં યશોભદ્રસૂરિગચ્છીય શ્વેતામ્બર મુનિ સિદ્ધસેન સ્વગચ્છને બપ્પભટ્ટિસૂરિ સાથે સાંકળે છે, તેમ જ ઈ સ ૧૧૭૩નો ધાતુપ્રતિમા લેખ તેમનો સંબંધ ચૈત્યવાસી શ્વેતામ્બર મોઢગચ્છ સાથે સ્થાપે છે, જે તથ્ય પણ આ મુદ્દામાં વિશેષ નિર્ણાયક માનવું ઘટે. વિશેષમાં તેઓ યાપનીય કે દિગમ્બર હોવાનાં કોઈ જ પ્રમાણ પ્રસ્તુત બે સમ્પ્રદાયોના સાહિત્યમાં ઉપલબ્ધ નથી. આથી જેમ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનના સન્મતિપ્રકરણ તેમ જ કેટલીક દ્વાત્રિંશિકાઓ, માનતુંગાચાર્યના ભક્તામરસ્તોત્ર (અને સોમપ્રભાચાર્યના સિન્દરપ્રકર કાવ્ય) આદિ પ્રસંગે જેવા દાવા દિગમ્બર સમ્પ્રદાય તરફ્થી થયા તેવા કોઈ જ દાવા હજી સુધી તો દિગમ્બર વિદ્વાનોએ . રજૂ નથી કર્યાં.
ચિત્રસૂચિ :
૧. મથુરા, કંકાલિ ટીલા સ્તૂપમાંથી મળેલ અરિષ્ટનેમિ જિનની પ્રતિમા. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ (ઈ સ૦ ૭૦૦ આસપાસ). ૨. ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથની મૂર્તિનો ઉપરનો ખંડિત ભાગ. પ્રાય: ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ.
૩. ગોપગિરિ, કિલ્લાની આદિનાથની પ્રતિમા. પ્રાય: ૮મી શતાબ્દી ત્રીજું ચરણ.
૪. ગોપગિરિ, કિલ્લા ઉપરની ખંડિત જિનપ્રતિમા. પ્રાય: ઈસ્વી ૧૨૩૫.
(સર્વ ચિત્રો American Institute of Indian Studies, Varanasi ના સૌજન્ય તથા સહાય દ્વારા પ્રકાશિત થાય છે.)
૨૫
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org