________________
પ૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
નો વૈરાગ્યોત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું.
ત્રણ દિવસ તો શું.... એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી દે છે અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે. (૪) પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ કર્યો.... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. પ્રથમ છટ્ટના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ, રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂક્ષ આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત અનશન ગ્રહણ કર્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન થયા.
કંડરીક પ્રબળ ઇચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. (૫) વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરનારા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. વિષ હૃષ્ટપુષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી દેનાર હોય છે. અને અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં આસક્ત બની નિરપરાધ નાના ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે.
- નિરંતર મા ખમણની તપશ્ચર્યા કરનારા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. -સૂિય. અ. ૨. ઉ. ૧.
કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યક્તિ ચક્ષુહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે– મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ. ઉત્ત.અ.૧૯માં વિષયભોગને કિંપાકફળની ઉપમા આપી છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામ ભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે.
ઓગણીસ અધ્યચનોનું હાર્દ (૧) સંસાર ભ્રમણના દુ:ખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી આ અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો જોઈએ. દા.ત. ભગવાન મહાવીરે
Jain Education international
ainenbrary