Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 250
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ સંધ્યા સમયે પ્રતિક્રમણ બાદ પણ તેં એ પાપની આલોચના ન કરી. શિષ્યે વિચાર્યું– સંભવ છે કે ગુરુ મહારાજ આલોચના કરવાનું ભૂલી ગયા હશે. એવી સરળ બુદ્ધિથી શિષ્યે તને ફરી આલોચના કરવા માટે યાદ કરાવ્યું. ૨૫૦ શિષ્યનાં વચન સાંભળતાં જ તને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધથી ધમધમાયમાન બનીને તું શિષ્યને મારવા દોડયો પણ વચ્ચે રહેલા થાંભલા સાથે તારું મસ્તક જોરથી ભટકાયું. મસ્તકની નસ ફાટી જતાં તારું ત્યાં જ મૃત્યુ થયું. હે ચંડકૌશિક ! ભયંકર ક્રોધમાં તારું મૃત્યુ થવાથી તને આ સર્પની યોનિ મળી છે અને ફરી પણ તું ક્રોધને આધીન થઈને, તારો જન્મ બગાડી રહ્યો છે. હવે સમજ સમજ ! અને પ્રતિબોધને પ્રાપ્ત કર. ભગવાનના ઉપદેશથી તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના જ્ઞાનમાં પૂર્વભવ જોયો અને પોતે કરેલા અપરાધ અને ક્રોધ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એ જ સમયે તેણે ભગવાન મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદના કરી અને કહ્યું– જે ક્રોધથી મને સર્પની યોનિ મળી તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમજ મારી આ દષ્ટિથી કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચે એના માટે મને યાવજ્જીવન અનશનવ્રત કરાવો. પ્રભુએ તેના ઉત્કૃષ્ટ ભાવો જોઈને જાવજીવ સુધી અનશન વ્રત ધારણ કરાવ્યું. અનશનવ્રત લીધા પછી સર્પે પોતાનું મુખ રાફડામાં રાખ્યું અને પૂંછનો ભાગ બહાર રાખ્યો. થોડો સમય વ્યતીત થયા પછી ગોવાળ ભગવાન મહાવીરની તપાસ કરવા ત્યાં આવ્યો. ભગવાન મહાવીરને સકુશળ ત્યાંથી રવાના થતાં જોઈને તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. ગોવાળે ત્યાં સર્પનું મોઢું બિલમાં જોયું અને શરીરનો ભાગ બહાર જોયો. એ જોઈને તેના પર તેણે પથ્થર ફેંક્યા. એ રીતે ઘણા લોકો સર્પને લાકડીનો પ્રહાર કરવા લાગ્યા અને પથ્થર પણ ફેંકવા લાગ્યા. ચંડકૌશિક બધા પ્રહારોને સમભાવથી સહન કરતો હતો. પણ તેણે રાફડામાંથી પોતાનું મોઢું બહાર કાઢયું નહીં. જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી ત્યારે ટોળે ટોળા મળીને સર્પના દર્શન કરવા આવવાં લાગ્યાં અને સર્પની ઘી, દૂધ, સાકર વગેરેથી પૂજા કરવાં લાગ્યાં. ઘી આદિની સુગંધથી લાખો કીડીઓ આવી. તેણે સર્પના શરીરને ચટકા ભરીને ચાળણી જેવું બનાવી દીધું. એ બધા કષ્ટોને સર્વે, પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોનું ફળ સમજીને સમભાવપૂર્વક સહન કર્યાં. પંદર દિવસ સુધી ચંડકૌશિક સર્વે સર્વ પ્રકારની યાતનાઓને શાંતિપૂર્વક સહન કરી. પોતાના શરીરને પણ હલાવ્યું નહીં. તેણે વિચાર્યું– જો હું પડખું ફરીશ તો કીડી, મકોડાં વગેરે ઝીણા ઝીણા અનેક જીવો મારા શરીર નીચે દબાઈને મરી જશે એટલે તેણે બીજા જીવોની રક્ષા કરીને પોતાના કર્મો ખપાવ્યા. પંદર દિવસનું અનશનવ્રત પૂર્ણ કરીને, આયુષ્ય પૂર્ણ થતાં તે સહસ્રાર નામના આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીના અલૌકિક રક્તનું આસ્વાદન કરીને ચંડકૌશિક સર્વે પ્રભુના ઉપદેશથી અનશન વ્રત ગ્રહણ કરી પોતાનો જન્મ સફળ કર્યો. આ ઉદાહરણ ચંડકૌશિક સર્પની પારિણામિકી બુદ્ધિનું છે. (૨૦) ગેંડો :– એક ગામમાં એક માણસે યુવાવસ્થામાં શ્રાવકના વ્રતોને ધારણ કર્યા પરંતુ તે સમ્યક્ પ્રકારે વ્રતોનું પાલન ન કરી શક્યો. અમુક સમય બાદ તે રોગગ્રસ્ત બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256