Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 254
________________ ૨૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ તરત જ કુણિક પાછો હટી જશે. ભોળા નાગરિકોએ નૈમિત્તિકની વાત પર વિશ્વાસ કરીને સ્તૂપને તોડવાનો પ્રારંભ કરી દીધો. એ જ સમયે કપટી નૈમિત્તિકે સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવવાનું શરૂ કર્યું. પોતાની યોજનાનુસાર કુણિકને સેના સહિત પાછળ હટવાનો સંકેત કર્યો. જે સમયે તેને સંકેત મળ્યો તે જ સમયે કુણિક સેનાને લઈને પાછળ હટી ગયો. નાગરિકોએ જોયું કે થોડોક સ્તૂપ તોડ્યો ત્યાં જ કુણિકની સેના પાછળ હટવા લાગી. એ દશ્ય જોઈને નાગરિકોએ બહુ ઉત્સાહપૂર્વક સ્તૂપને જડ મૂળથી ઊખેડી નાંખવાનો પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં સ્તૂપ ધરાશાયી બની ગયો. પણ બન્યું એવું કે જેવો એ સ્તૂપ તૂટયો કે તરત જ તે મજબૂત કોટનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને કુણિકે આગળ વધીને કોટને તોડીને વિશાલા નગરી પર પોતાનો અધિકાર જમાવી દીધો. કૂળબાલક સાધુને પોતાના વશમાં કરી લેવાની પારિણામિકી બુદ્ધિ વેશ્યાની હતી અને સ્તૂપને તોડાવીને કુણિકને વિજય પ્રાપ્ત કરાવનારી પારિણામિકી બુદ્ધિ મૂળબાલક મુનિની હતી. આ કથા સાથે પારિણામિકી બુદ્ધિની કથાઓ સમાપ્ત થાય છે. તેમજ અશ્રુતનિશ્રિત એટલે શ્રુતની અપેક્ષા નહિ રાખનાર મતિજ્ઞાનનું વર્ણન પણ સમાપ્ત થયું. આ ચારે ય બુદ્ધિના કાર્યોમાં શ્રુતની અપેક્ષા હોતી નથી. મતિજ્ઞાનના ક્ષયોપશમની પ્રમુખતાથી જ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું એટલે બુદ્ધિનું પ્રવર્તન થાય છે. || નંદીસૂત્રની ચાર બુદ્ધિના દૃષ્ટાંત સંપૂર્ણ ।। કથા શાસ્ત્ર સંપૂર્ણ ।। જૈનાગમ નવનીત ભાગ-૧ સંપૂર્ણ ॥ ।। મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ ॥ Jain Educationnerational N Forvate & Personal Use Only" www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256