Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 253
________________ કથાશાસ્ત્ર: નદી સૂત્રની કથાઓ ૨૫૩ કૂળબાલક સદા ગુરુની આજ્ઞાથી વિપરીત જ કાર્ય કરતો હતો. પોતાના ગુરુભાઈની વાતને અસત્ય કરવા માટે તે કોઈ એક નિર્જન પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ સ્ત્રી તો શું? કોઈ પુરુષો પણ રહેતા ન હતા. એવા સ્થળે નદીના કિનારા પર તે ધ્યાનસ્થ બનીને તપસ્યા કરવા લાગ્યો. આહાર માટે પણ તે ક્યારે ય ગામમાં જતો નહીં. સંયોગવશાતુ ક્યારેક કોઈ યાત્રિક ત્યાંથી નીકળે તો તેનાથી કંઈક આહાર પ્રાપ્ત કરીને તે શરીરને ટકાવતો હતો. એક વાર નદીમાં ઘોડા પુર આવ્યું. એમાં એ તણાઈ જાત પરંતુ તેની ઘોર તપસ્યાના કારણે નદીનું વહેણ બીજી બાજુ ચાલ્યું ગયું. એવી આશ્ચર્યજનક ઘટના જોઈને લોકોએ તેનું નામ “કુળ બાલક મુનિ' રાખી દીધું. બીજી બાજુ કુણિકરાજાએ માગધિકા વેશ્યાને કૂળબાલક મુનિને શોધી લાવવા માટે મોકલી. માગધિકાએ ઘણા ગામો જોયા પણ કૂળબાલક મુનિ તેને ક્યાંય મળતા ન હતા. છેવટે તેણી પેલા નિર્જન પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં નદી કિનારે ધ્યાનાવસ્થામાં તેણીએ કૂળબાલકમુનિને જોયા. પછી માગધિકા સ્વયં ઢોંગી શ્રાવિકાબનીને નદીકિનારાની સમીપે જ રહેવા લાગી અને મુનિની અત્યંત સેવા ભક્તિ વગેરે કરવા લાગી. ધીરે ધીરે તેણીએ કૂળબાલક મુનિને આકર્ષિત કરી લીધા તેમજ આહાર માટે મુનિને પોતાની ઝુંપડીએ વારંવાર લઈ જતી. એકવાર તે સ્ત્રીએ ખાવાની દરેક ચીજોમાં વિરેચક ઔષધિ મિશ્રિત કરીને મુનિને તે આહાર વહોરાવી દીધો. એવો આહાર ખાવાથી કૂળબાલકમુનિને અતિસાર નામનો રોગ લાગુ પડી ગયો. બીમારીના કારણે વેશ્યા મુનિની સેવા-શુશ્રુષા કરવા લાગી. કપટી વેશ્યાના સ્પર્શથી મુનિનું મન વિચલિત થઈ ગયું અને તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા. સાધુની શિથિલતા વેશ્યાને અનુકૂળ થઈ ગઈ. ધીરે ધીરે માંગધિકાએ મુનિને પોતાના બનાવીને એક દિવસ તેને કુણિક રાજાની પાસે લઈ ગઈ. કુણિકરાજા કૂળબાલક મુનિને જોઈને અત્યંત ખુશ થયો. વાતચીત કરતાં કરતાં તેણે મુનિને પૂછયું– વિશાલા નગરીના આ ખૂબ જ મોટા અને મજબૂત કોટને કેવી રીતે તોડી શકાય? કૂળબાલક મુનિ પોતાના સાધુત્વથી ભ્રષ્ટ તો થઈ જ ગયા હતા. તેણે નૈમિત્તિકનો વેષ ધારણ કર્યો. પછી તેણે રાજાને કહ્યું– મહારાજ ! અત્યારે હું આ નગરીમાં જાઉં છું પણ જ્યારે હું સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારેય બાજુ ફેરવીને આપને સંકેત કરું તે વખતે આપ યુદ્ધમેદાનમાંથી સેનાને લઈને થોડાક પાછા ખસી જજો. જેમાં આપનું શ્રેય છે. કૂળબાલકે નૈમિત્તિકનું રૂપ ધારણ કરવાથી તેને નગરમાં પ્રવેશ કરવાની કોઈએ ના ન પાડી. નગરવાસીઓએ નૈમિત્તિકને પૂછ્યું– મહારાજ ! રાજા કુણિકે અમારી નગરીને ચારેય બાજુથી ઘેરી લીધી છે. આ સંકટથી અમને ક્યારે છૂટકારો મળી શકશે? કૂળબાલક નૈમિત્તિકે પોતાના જ્ઞાનાભ્યાસ દ્વારા જાણી લીધું કે આ નગરીમાં જે સૂપ બનાવેલો છે, તેનો પ્રભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કુણિક વિજય પ્રાપ્ત નહીં કરી શકે. તેથી તેણે કપટ કરીને એ જ નગરવાસીઓ વડે જ તેને પડાવી નાખવાનો ઉપાય વિચારી લીધો. પછી તેણે કહ્યું– ભાઈઓ ! તમારી નગરીમાં અમુકસ્થાન પર જે સ્તૂપ ઊભો છે, એ સ્તૂપ જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી કુણિક યુદ્ધ છોડશે નહીં અને તમે આ સંકટથી મુક્ત થશો નહીં. માટે એ સૂપને તમે તોડાવી નાંખો. જેવો એ સૂપ તૂટશે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256