Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 249
________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ ર૪૯ હતો. તે સર્પ રાત્રિના વૃક્ષ પર ચડીને પક્ષીઓના બચ્ચાને ખાઈ જતો હતો. એક વાર તે પોતાના વજનદાર શરીરને સંભાળી ન શક્યો એટલે વૃક્ષ પરથી નીચે પડી ગયો અને પડતી વખતે તેના મસ્તકનો મણિ તે વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયો. તે વૃક્ષની નીચે એક કૂવો હતો. ઉપર રહેલ મણિનો પ્રકાશ તેમાં પડવાથી તે કૂવાનું પાણી લાલ રંગનું દેખાવા લાગ્યું. પ્રાતઃકાળે એક બાળક રમતો રમતો કૂવાના કાંઠા પર આવ્યો. કૂવાનું લાલ રંગ જેવું ચમકતું પાણી જોઈને દોડતો દોડતો તે પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે પોતાના પિતાને બોલાવી લાવ્યો. તેના વૃદ્ધ પિતા ત્યાં આવ્યા. તેણે કૂવાનું પાણી જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. જે સ્થાનેથી પાણીમાં પ્રતિબિંબ પડતું હતું તે સ્થાને તેણે શોધી કાઢ્યું અને વૃક્ષની ડાળી પર ચડીને તેણે મણિને ગોતી લીધો. મણિ મેળવીને અત્યંત પ્રસન્ન થતાં થતાં પિતા અને પત્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. બાળકના પિતાની પારિણામિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૯) સર્પ - ભગવાન મહાવીરે દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અસ્થિ ગામમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરીને ભગવાન શ્વેતાંબિકા નગરી તરફ જઈ રહ્યાં હતાં. થોડાક દૂર ગયા ત્યાં તેઓશ્રીને ગોવાળીયાએ પ્રાર્થના કરી, "ભગવન્! શ્વેતાંબિકા નગરી જવા માટે ખરેખર આ રસ્તો ટૂંકો થાય પરંતુ આ માર્ગમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. તે બધાને પરેશાન કરે છે. જેથી આ માર્ગ પર કોઈ પણ પ્રાણીઓ જતાં નથી. પ્રભુ! આપ પણ શ્વેતાંબિકા નગરી જવા માટે બીજો માર્ગ ગ્રહણ કરો." ભગવાને ગોવાળિયાની વાત સાંભળી લીધી પણ તે સર્પને પ્રતિબોધ દેવાની ભાવનાથી પ્રભુ એ જ માર્ગ પર આગળ વધ્યા. ચાલતાં ચાલતાં તેઓશ્રી વિષધર સર્પના રાફડા સુધી પહોંચી ગયા અને ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર બની ગયાં. થોડી ક્ષણોમાં જ નાગ બહાર આવ્યો અને પોતાના રાફડાની સમીપ જ એક વ્યક્તિને ઊભેલી જોઈને તે ક્રોધિત થયો. તેણે પોતાની વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી. પરંતુ તેમના શરીર પર કોઈ અસર ન થઈ. એ જોઈને સર્વે ક્રોધનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યની સામે જોઈને બીજીવાર વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી, તેની પણ ભગવાન પર કોઈ અસર ન થઈ. એટલે તે દોડતો દોડતો ભગવાનની પાસે ગયો અને તેમના જમણા પગના અંગૂઠામાં જોરથી ડંસ દીધો. તો પણ ભગવાન પોતાના ધ્યાનમાં તલ્લીન રહાં, લેશમાત્ર પણ ડગ્યા નહીં. અંગૂઠાના લોહીનો સ્વાદ સર્પને કોઈ વિલક્ષણ જ પ્રતીત થયો. નાગ વિચારવા લાગ્યો– આ કોઈ સામાન્ય માણસ નથી પણ અલૌકિક પુરુષ લાગે છે. એવું વિચારતાં જ સર્પનો ક્રોધ શાંત થઈ ગયો અને તે કારુણ્ય દૃષ્ટિથી ભગવાનના સૌમ્ય મુખ મંડળને જોવા લાગ્યો. એ જ સમયે પ્રભુએ ધ્યાન પૂર્ણ કર્યું. ધ્યાન પૂર્ણ કરીને પ્રભુએ અત્યંત સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તેને સંબોધિત કરીને કહ્યું- હે ચંડકૌશિક! બુર્જ બુજ્જ, બોધને પ્રાપ્ત કરી અને તારા પૂર્વભવનું સ્મરણ કર. પૂર્વભવમાં તું સાધુ હતો અને એક શિષ્યનો ગુરુ પણ હતો. એક વખત તમે બન્ને ગુરુ અને શિષ્ય ગોચરી ગયા હતા. આહાર લઈને વળતી વખતે તારા પગ નીચે એક દેડકી કચડાઈને મરી ગઈ. તે સમયે તારા શિષ્ય તને આલોચના કરવા માટે કહ્યું, પરંતુ તે તેના પર ધ્યાન ન આપ્યું. શિષ્ય વિચાર્યું ગુરુ મહારાજ તપસ્વી છે એટલે સાયંકાળે આલોચના કરી લેશે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256