Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 243
________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ર૪૩ એ જોઈને દુખિત હૃદયે મુનિએ કહ્યું- તમે આ શું કરો છો? હું અનેક કષ્ટો સહન કરીને આ રત્નકાંબળી લઈ આવ્યો છું અને તમે આમ એકાએક ફેંકી કેમ દીધી? વેશ્યાએ કહ્યું– મુનિરાજ ! મેં તમારી પાસે રત્નકાંબળી મંગાવી અને પછી ગંદકીમાં ફેકી દીધી, આ બધું તમને સમજાવવા માટે કર્યું જેવી રીતે અશુચિમાં પડવાથી રત્નકાંબળી દૂષિત થઈ ગઈ, એ જ રીતે કામભોગમાં પડવાથી તમારો આત્મા પણ મલિન થઈ જશે. રત્નકાંબળીની કિંમત સીમિત છે, ત્યારે તમારા સંયમની કિંમત અણમોલ છે. આખા સંસારનો વૈભવ પણ આની તુલનામાં નગણ્ય છે. એવા સંયમરૂપી ધનને તમે કામભોગ રૂપી કીચડમાં ફસાઈને મલિન કરવા માંગો છો? જરાક વિચાર તો કરો. વિષયોને તમે વિષ સમાન સમજીને છોડી દીધા છે, શું આપ વમન કરેલા ભોગોને ફરી ગ્રહણ કરવા ઈચ્છો છો? કોશાની વાત સાંભળીને મુનિને પારાવાર પશ્ચાત્તાપ થયો. જેમ હાથી અંકુશથી ઠેકાણે આવી જાય એમ વેશ્યાના હિત શબ્દો રૂપી અંકુશથી મુનિ ફરી સંયમમાં સ્થિર બન્યા અને બોલ્યા स्थूलिभद्रः स्थूलिभद्रः स एकोऽखिलसाधुषु । युक्तं दुष्कर दुष्कारको गुरुणा जगे ॥ ખરેખર સંપૂર્ણ સાધુઓમાં સ્થૂલિભદ્ર મુનિ જ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર અદ્વિતીય છે. જે બાર વર્ષ સુધી વેશ્યાની ચિત્રશાળામાં કામ ભોગમાં આસક્ત હતા. પરંતુ સંયમ ગ્રહણ કર્યા બાદ વેશ્યાની કામુક પ્રાર્થનામાં લેપાયા નહીં, મેરુ પર્વત સમાન દઢ રહ્યા. માટે ગુરુદેવે તેને દુશ્મરાતિ૬ર વાર એવા શબ્દો કહ્યા, તે યથાર્થ છે. આ રીતે વિચાર કરતાં કરતાં તે મુનિ પોતાના ગુરુની પાસે ગયા અને પોતાના પતન વિષે પશ્ચાત્તાપ કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને આત્માની શુદ્ધિ કરી. વારંવાર સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા કરતાં તે કહેવા લાગ્યા वेश्या रागवती सदा तदनुगा षड्भिः रसैर्भोजन । शुभ्र धाम मनोहर वपुरहो ! नव्यो वयः संगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः, कामजिगायादरात् । तं वंदे युवतिप्रबोधकुशल, श्रीस्थूलभद्रं मुनिम् ॥ પ્રેમ કરનારી તથા તેમાં અનુરક્ત વેશ્યા, ષટ્રસ ભોજન, મનોહર મહેલ, સુંદર શરીર, તરુણ અવસ્થા અને વર્ષાકાળ એ બધી અનુકૂળતા હોવા છતાં જેઓએ કામદેવને જીતી લીધો તેમજ વેશ્યાને પ્રતિબોધ પમાડીને ધર્મના માર્ગે લાવ્યા એવા શ્રી યૂલિભદ્ર મુનિને હું વારંવાર પ્રણામ કરું છું. નંદરાજાએ સ્થૂલિભદ્રને મંત્રી પદ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ભોગ-વિલાસ અને સંસારના સંબંધોને દુઃખનું કારણ જાણીને તેઓએ મંત્રીપદને ઠોકર મારીને સંયમનો સ્વીકાર કર્યો. સાધના અને આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ સ્થૂલિભદ્રજીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪) નાસિકપુરના સુંદરીનંદ – નાસિકપુરમાં એક શેઠ રહેતા હતા. તેનું નામ નંદ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256