Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 246
________________ ર૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ પછી વિચારીને કહ્યું– એક બાજુ બાળકની માતાને બેસાડવામાં આવશે અને બીજી બાજુ મુનિ બનેલા તેના પિતાને બેસાડવામાં આવશે. બાળકને હું કહીશ કે તારે જેની પાસે જવું હોય તેની પાસે જા. પછી બાળક જેની પાસે જાય તેની પાસે રહેશે. માતા સમજતી હતી કે બાળક મારી પાસે જ આવશે. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજાએ પહેલા માતાને કહ્યું તમે બાળકને તમારી પાસે બોલાવો. વજની માતા બાળકને લોભાવનાર આકર્ષક રમકડા તથા ખાવા પીવાની અનેક વસ્તુઓ લઈને એક બાજુ બેઠી હતી. તે રાજસભાના મધ્યભાગમાં બેઠેલા પોતાના પુત્રને પોતાની તરફ આવવા માટે સંકેત કરવા લાગી. પરંતુ બાળકે વિચાર્યું, “જો હું માતા પાસે જઈશ નહિ તો જ તે મોહને છોડીને આત્મ કલ્યાણમાં જોડાશે. એ રીતે અમો બન્નેનું કલ્યાણ થશે.” એમ વિચારીને બાળકે માતાએ રાખેલ કિંમતી પદાર્થો પર નજર પણ ન કરી અને ત્યાંથી એક ડગલું પણ ખસ્યો નહીં. ત્યાર બાદ તેના પિતા મુનિ ધનગિરિને રાજાએ કહ્યું- હવે તમે બાળકને બોલાવો. મુનિએ બાળકને સંબોધિત કરીને કહ્યું – जइसि कयज्झवसाओ, धम्मज्झयमूसि इमं वइर । गिह लहु रयहरणं, कम्म-रयपमज्जणं धीर ।। હે વજ! જો તે દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો હોય તો ધર્માચરણના ચિહ્નભૂત અને કર્મરૂપી રજને પ્રમાર્જિત કરનાર રજોહરણને ગ્રહણ કરી લે. એ શબ્દ સાંભળતાં જ બાળકે તરત જ પિતા ગુરુની પાસે જઈને રજોહરણ ગ્રહણ કરી લીધો. બાળકનો રજોહરણ પ્રત્યેનો પ્રેમ જોઈને રાજાએ બાળક આચાર્ય સિંહગિરિને સોંપી દીધો. આચાર્યશ્રીએ એ જ સમયે રાજા તેમજ સંઘની આજ્ઞા પ્રાપ્ત કરીને વજને દીક્ષા પ્રદાન કરી. બાળકની દીક્ષા જોઈને સુનંદાએ વિચાર્યું. મારા પતિદેવ, પુત્ર અને ભાઈ બધા સાંસારિક બંધનોને છોડીને દીક્ષિત થઈ ગયા. હવે હું એકલી ઘરમાં રહીને શું કરીશ? બસ, સુનંદા પણ સંયમ લેવા માટે તૈયાર થઈ ગઈ અને આત્મ કલ્યાણના માર્ગ પર અગ્રસર થઈ. આચાર્ય સિંહગિરિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. બાળક વજમુનિ બહુ જ બુદ્ધિમાન હતા. જ્યારે આચાર્યશ્રી બીજા મુનિઓને વાચના દેતા ત્યારે તે ચિત્ત દઈને સાંભળતા. માત્ર સાંભળીને જ તેમણે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ક્રમશઃ પૂવોનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. એક વાર આચાર્યશ્રી ઉપાશ્રયથી બહાર ગયા હતા, અન્ય મુનિઓ ગોચરીની ગવેષણા કરવા માટે ગયા હતા. એ સમયે બાળક વજમુનિએ રમત ગમત રૂપે સંતોના વસ્ત્રો અને પાત્રોને પંક્તિબંધ રાખીને પોતે એ બધાની વચમાં બેસીને વસ્ત્રો અને પાત્રોને પોતાના શિષ્યો રૂપે કલ્પિત કરીને વાચા આપવાનો પ્રારંભ કરી દીધો. જ્યારે આચાર્ય બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા ત્યારે તેમણે વાચનાનો ધ્વનિ સાંભળ્યો. તેઓશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256