Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 244
________________ ર૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ હતું. તેની પત્નીનું નામ સુંદરી હતું. નામ પ્રમાણે તે બહુ સુંદર હતી. નંદ શેઠ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેને તે અતિ વલ્લભ અને પ્રિય હતી. શેઠ તે સ્ત્રીમાં એટલા અનુરક્ત હતા કે એક ક્ષણ માટે પણ તેનો વિયોગ સહન કરી શકતા ન હતા. એ કારણે લોકો તેને સુંદરીનંદના નામથી બોલાવતા હતા. સુંદરીનંદને એક નાનો ભાઈ હતો. જેણે દીક્ષા ધારણ કરી હતી. જ્યારે મુનિને ખબર પડી કે મારો મોટોભાઈ સુંદરીમાં અત્યંત આસક્ત છે ત્યારે મુનિ તેને પ્રતિબોધ દેવા માટે નાસિકપુરમાં પધાર્યા. લોકો મુનિના આગમનના સમાચાર જાણીને ધર્મઉપદેશ સાંભળવા માટે મુનિની પાસે ગયા. પરંતુ સુંદરીનંદ મુનિ પાસે ન ગયાં. મુનિરાજ પ્રવચન બાદ આહારની ગવેષણા કરતાં કરતાં સુંદરીનંદના ઘરે ગયા. પોતાના ભાઈની સ્થિતિ જોઈને મુનિના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેને વધુ પ્રમાણમાં પ્રલોભન નહીં આપવામાં આવે ત્યાં સુધી તે પત્ની પ્રત્યેની આસક્તિ નહીં છોડે. મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિ વડે એક સુંદર વાંદરી બનાવી. પછી તેણે નંદને પૂછ્યું– શું આ વાંદરી સુંદરી જેવી સુંદર છે? શેઠે કહ્યું સુંદરીથી અડધી સુંદર છે. બીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક વિદ્યાધરી બનાવી. પછી શેઠને પૂછ્યુંઆ કેવી છે? શેઠે કહ્યું– આ સ્ત્રી સુંદરી જેવી જ છે. ત્રીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક દેવીની વિકર્વણા કરી, પછી તેણે ભાઈને પૂછ્યું આ સ્ત્રી કેવી છે? શેઠ કહ્યું– આ સ્ત્રી સુંદરીથી પણ અધિક સુંદર છે. મુનિએ કહ્યું- જો તમે થોડું પણ ધર્મનું આચરણ કરશો તો આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે. મુનિના એવા પ્રતિબોધપૂર્ણ વચનોને સાંભળીને સુંદરીનંદને પોતાની સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો થયો. થોડો સમય વ્યતીત થયા બાદ તેણે પણ દીક્ષા અંગીકાર કરી અને સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કર્યું. પોતાના ભાઈને પ્રતિબોધિત કરવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે પરિણામિકી બુદ્ધિનું દાંત છે. (૧૫) વજસ્વામી – અવંતિ દેશમાં તુંબવન નામનો એક સન્નિવેશ હતો. ત્યાં એક શેઠ રહેતા હતા. તેના પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિના વિવાહ ધનપાલ શેઠની પુત્રી સુનંદાની સાથે થયા. થોડો સમય વ્યતીત થયા બાદ ધનગિરિને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. પરંતુ સુનંદાએ કોઈ પણ પ્રકારે રોકી દીધાં. અમુક સમય પછી દેવલોકથી ચ્યવીને એક પુણ્યવાન જીવ સુનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે ધનગિરિએ કહ્યું – “ભાવિ પુત્ર તમારી જીવનયાત્રામાં સહાયક બનશે. હું તો દીક્ષા ગ્રહણ કરીશ.” પતિની ઉત્કૃષ્ટ ઈચ્છાના કારણે સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. ધનગિરિએ આચાર્યસિંહગિરિની પાસે જઈને પ્રવજ્યા ગ્રહણ કરી. એ જ આચાર્યની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પણ દીક્ષા લીધી હતી. બીજી બાજુ નવ માસ પૂર્ણ થયા પછી સુનંદાએ એક પુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. જે સમયે પુત્રનો જન્મ મહોત્સવ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે કોઈ એક સ્ત્રીએ કહ્યું કે આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત અને આજે અહીં હોત તો કેટલું સારું લાગત! બાળક બહુ જ મેધાવી હતો. તેણે પેલી સ્ત્રીના શબ્દો સાંભળીને વિચાર કર્યો– મારા પિતાજીએ તો દીક્ષા લઈ લીધી છે. મારે હવે શું કરવું? આ વિષય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256