________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
1.
૨૩૯ !
૨૨૯
બીજા દિવસે મંત્રી જ્યારે દરબારમાં ગયો ત્યારે વરરુચિએ પોતાના બનાવેલા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી. રાજાએ મંત્રીના સામું જોયું. મંત્રીએ કહ્યું “ સુભાષિત” છે. એટલું કહેવા પર જ રાજાએ પંડિતજીને એક સો આઠ સુવર્ણમુદ્રાઓ આપી. વરરુચિ હર્ષિત થઈને પોતાના ઘરે ગયો. વરરુચિ ગયા પછી મંત્રીએ રાજાને પૂછયું– મહારાજ ! આપે તેને સુવર્ણમુદ્રા શા માટે આપી? રાજાએ કહ્યું- તે પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોકથી સ્તુતિ કરે છે અને આજે તમે પણ તેની પ્રશંસા કરી એટલે મેં તેને પારિતોષિક રૂપે સવર્ણમુદ્રાઓ આપી. મંત્રીએ કહ્યું- મહારાજ ! તે તો જગતમાં પ્રચલિત જૂના શ્લોકો જ આપને સંભળાવે છે.
રાજાએ આશ્ચર્યથી પૂછ્યું તેનું પ્રમાણ શું છે? મંત્રીએ કહ્યું- હું સત્ય કહું છું. જે શ્લોક વરરુચિ આપને સંભળાવે છે એ તો મારી દીકરીઓને પણ આવડે છે. જો આપને વિશ્વાસન આવે તો કાલેવરચિજે શ્લોક આપને સંભળાવશે એ જ શ્લોકો મારી સુપુત્રીઓ આપને સંભળાવશે. રાજાએ કહ્યું ભલે. બીજા દિવસે ચાલાક મંત્રી પોતાની સાતે યકન્યાને રાજદરબારમાં લઈ આવ્યો અને તે દરેકને પડદાની પાછળ બેસાડી દીધી. નિયત સમય પર વરરુચિ સભામાં આવ્યો. તેણે પોતાના બનાવેલા નવા નવા ૧૦૮ શ્લોકથી રાજાની
સ્તુતિ કરી, પરંતુ શકપાલ મંત્રીએ ઈશારો કરી પોતાની મોટી દીકરી યક્ષાને બોલાવી. રાજાની સમક્ષ આવીને વરરુચિએ સંભળાવેલા ૧૦૮ શ્લોકો તેણે પણ સંભળાવી દીધા. યક્ષા એકવાર જે સાંભળે તે તેને યાદ રહી જતું. વરરુચિના બોલેલા સમસ્ત શ્લોકો જ્યારે યક્ષાએ રાજાને સંભળાવ્યા ત્યારે રાજા વરરુચિ પર ક્રોધિત થયાં અને કહ્યું “તું કહે છે ને કે હું દરરોજ નવા શ્લોક સંભળાવું છું, આટલું ખોટું બોલે છે?' આજથી તારે રાજસભામાં આવવાનું નથી.
રાજાએ કરેલા અપમાનથી વરરુચિબદુઃખી થયો અને શાકડાલનો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે એક લાંબા લાકડાનો ત્રાપો બનાવ્યો. પછી એ ત્રાપો લઈને તે ગંગા નદીના કિનારે ગયો. અર્ધો ત્રાપો તેણે પાણીમાં રાખ્યો, તેની ઉપર સોનામહોરની થેલી રાખી, અર્ધા ત્રાપો જે પાણીથી બહાર હતો તેના પર બેસીને તે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. તિ પૂર્ણ થયા બાદ તેણે ત્રાપાને દબાવ્યો એટલે સોનામહોરની થેલી સહિત તે ભાગ ઉપર આવ્યો, થેલીને જોઈને વરચિએ લોકોને કહ્યું– રાજા મને ઈનામ ન આપે તો તેમાં મુંઝાવાનું શું? ગંગા તો પ્રસન્ન થઈને મને પ્રતિદિન સુવર્ણની એક થેલી આપે છે. એમ કહીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પ્રતિદિન આ ક્રિયા તેણે ચાલુ રાખી.
ગંગા માતાની વરરુચિ પર કૃપા ઉતરી છે, એ વાત આખા ય નગરમાં ફેલાઈ ગઈ. રાજાના કાન સુધી એ વાત પહોંચી ગઈ. રાજાએ શકપાલને વરરુચિની વાત વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું- “મહારાજ! સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરતાં પ્રાતઃકાળ આપણે ત્યાં જઈને જોવું જોઈએ.” રાજાએ તેની વાત માન્ય રાખી.
ઘરે જઈને શકડાલે પોતાના એક વિશ્વાસુ સેવકને આદેશ આપ્યો કે તું રાતના ગંગાના કિનારા પર છપાઈને બેસી જશે. જ્યારે વરરુચિ સોનામહોરની થેલી પાણીમાં છુપાવીને ચાલ્યો જાય ત્યારે તારે એ થેલી લઈને મારી પાસે આવવું. સેવકે મંત્રીના કહેવા
મુજબ કાર્ય કર્યું. તે ગંગાના કિનારા પર છુપાઈને બેસી ગયો. અર્ધી રાતે વરરુચિ ત્યાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org