________________
કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ
પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર-દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાય જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) પટ :- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે. આ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૨) ત્રિર :- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના ચિત્રોમાં પણ પ્રાણ રેડી દે છે અને ક્રોધ, ભય, હાસ્ય તથા ધૃણા આદિના ભાવો તેના ચહેરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે.
ઉપરના બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મચાબુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દક્ષ બનાવે છે. પારિણામિકી બુદ્ધિનું લક્ષણ અને દષ્ટાંતો:
અનુમાન, હેતુ અને દષ્ટાંતથી કાર્યને સિદ્ધ કરનારી, ઉંમર પરિપક્વ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષ ફળને પ્રદાન કરનારી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. તેના એકવીસ ઉદાહરણોના નામ આ પ્રમાણે છે
- (૧) અભયકુમાર (૨) શેઠ (૩) કુમાર (૪) દેવી (૫) ઉદિતોદય રાજા (૬) સાધુ અને નંદિષેણ (૭) ધનદત્ત (૮) શ્રાવક (૯) અમાત્ય (૧૦) ક્ષપક (૧૧) અમાત્યપુત્ર (૧૨) ચાણક્ય (૧૩) સ્થૂલિભદ્ર (૧૪) નાસિકના સુંદરીનંદ (૧૫) વજસ્વામી (૧૬) ચરણાહત (૧૭) આંબળા (૧૮) મણિ (૧૯) સર્પ (૨૦) ગેંડા (ર૧) સ્તૂપ-ભેદન ઈત્યાદિ. (૧) અભયકુમાર - માલવદેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે- જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ચાહતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો.
દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહી દેજો– જો તમે તમારી કુશળતા ચાહતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હસ્તી, વજજંઘ દૂત અને શિવાદેવી રાણી એ ચારેયને મારી પાસે શીધ્રાતિશીધ્ર મોકલી દો.
મહારાજા શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રદ્યોતન રાજાને કહી સંભળાવી. તેની વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજ્જિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઈને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યું– મહારાજ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા ન દેતા. હું કંઈક એવો ઉપાય કરીશ કે 'સાપ પણ મરે નહીં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International