Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 232
________________ ર૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧ :: (૬) સાધુ અને નંદિસેન – નદિષણ રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તે યુવાન થયો એટલે રાજાએ અનેક રાજકુમારીઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ નવોઢાઓ પોતાના રૂપ અને યૌવનથી અપ્સરાઓને પણ પરાજિત કરતી હતી. નંદિષણ તેની સાથે સાંસારિક સુખ ભોગવતાં સમય વ્યતીત કરતા હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. મહાવીર પ્રભુના પધારવાના સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા. ત્યારબાદ તે અંતઃપુર સહિત ભગવાનના દર્શન માટે ગયા. નંદિણ પણ એ સમાચાર સાંભળીને પોતાની પત્નીઓ સાથે દર્શનાર્થે ગયો. ઉપસ્થિત જનતાને ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને નંદિષણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે રાજભવનમાં ગયો. ત્યાં જઈને માતાપિતા તથા દરેક પત્નીની અનુમતિ મેળવીને તેણે સંયમ અંગીકાર કર્યો. સંયમી બન્યા પછી જ્ઞાન અભ્યાસમાં તલ્લીન બની ગયા. અત્યંત તીવ્ર બુદ્ધિના કારણે તેણે અલ્પકાળમાં જ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. નંદિષણ મુનિના ઉપદેશથી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધિત થઈને સંયમ અંગીકાર કરતા હતા. ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાના શિષ્ય પરિવાર સહિત નંદિષેણ મુનિએ રાજગૃહથી અન્યત્ર વિહાર શરૂ કર્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ ગ્રામાનુગામ વિહાર કરતાં કરતાં એકવાર નંદિષેણ મુનિને જ્ઞાનમાં જાણવા મળ્યું કે મારો એક શિષ્ય સંયમ પ્રત્યે અરુચિ રાખે છે અને ફરી સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેને સંયમમાં સ્થિર કરવા માટે નંદિણ મુનિએ ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. નંદિષણ મુનિ રાજગૃહ પધારવાના સમાચાર સાંભળીને મહારાજા શ્રેણિક પોતાના અંતઃપુર સહિત તેમજ નંદિષેણ કુમારની પત્નીઓને સાથે લઈને દર્શનાર્થે ગયાં. રાજા શ્રેણિકને, તેની રાણીઓને તથા પોતાના ગુરુ નંદિષણની અનુપમ રૂપવતી પત્નીઓને જોઈને મુનિપણામાં શિથિલ થઈ ગયેલ સાધુએ વિચાર્યું કે અરે ! મારા ગુરુએ તો અપ્સરાને શરમાવે એવી રૂપવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે અને મન, વચન, કાયાથી સારી રીતે સંયમનું પાલન કરે છે અને હું વમન કરેલા વિષય ભોગોનું ફરી સેવન કરવા ઈચ્છું છું. ધિક્કાર છે મને ! આ રીતે વિચલિત થયાનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવો વિચાર કરીને તે પુનઃ સંયમી જીવનમાં દઢ બની ગયા અને આત્મ કલ્યાણના માર્ગમાં અધિક તન્મયતાથી પ્રવૃત્ત થયા. નંદિષણ મુનિની પારિણામિકી બુદ્ધિના ઉપાય વડે શિથિલ થયેલા મુનિ સંયમમાં સ્થિર થયા. (૭) ધનદત્ત ઃ- ધનદત્તનું ઉદાહરણ આ જ પુસ્તકમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના અઢ ારમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આપેલું છે માટે ત્યાંથી જાણી લેવું. ધનદત્તનું ઉદાહરણ પારિણામિક બુદ્ધિ વિષે છે. (૮) શ્રાવક : - એક ગામમાં એક ગૃહસ્થે પોતાના ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. સ્વદાર સંતોષ વ્રતનું બરાબર પાલન કરતા હતા. ઘણા વર્ષો સુધી પોતાના વ્રતોનું પાલન કરતા રહ્યાં. પરંતુ કર્મના ઉદયથી એક વાર તેણે પોતાની પત્નીની સખીને દેખી. દેખતા જ તેમાં તે આસક્ત થયાં. આસક્તિના કારણે હર સમય તે ચિંતિત રહેવા લાગ્યાં. લજ્જાવશ તે પોતાની ભાવના કોઈ પણ પ્રકારે પ્રગટ કરી શકતા ન હતાં. ચિંતાના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256