Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 236
________________ ૨૨૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧) તેના આહારમાં ઘૂંક્યા. એ જોઈને નાગદત્ત મુનિએ ક્ષમા ધારણ કરી લીધી. તેના મનમાં જરા પણ રોષ ન આવ્યો. તે પોતાની નિંદા અને ચારે ય તપસ્વી મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ઉપશાંત વૃત્તિ અને પરિણામોની વિશુદ્ધતાના કારણે નાગદત્ત મુનિને તે જ ક્ષણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો કેવળ મહોત્સવ મનાવવા માટે આવ્યા. એ જોઈને ચારે ય તપસ્વી મુનિઓ પોતાના અપકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપથી તેઓનો આત્મા નિર્મળ બન્યો. તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નાગદત્તમુનિએ વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા ધારણ કરી તેથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ નાગદત્તમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) અમાત્યપુત્ર – કપિલપુર નગરના રાજા બ્રહ્મહતાં. તેના મંત્રીનું નામ ધનુ હતું. રાજકુમારનું નામ બ્રહ્મદત્ત હતું. મંત્રીના પુત્રનું નામ વરધનું હતું. બ્રહ્મરાજાના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના મિત્ર દીર્ઘપૃષ્ઠને આપ્યું. રાણી ચૂલણી સાથે તેનો અનુચિત સંબંધ હતો. રાજકુમાર બ્રહ્મદત્તને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની માતા તથા દીર્ઘપૃષ્ઠને મારવાની ધમકી આપી. તેથી તેઓએ પોતાના માર્ગમાં કંટક સમાન સમજીને બ્રહ્મદત્તના લગ્ન કર્યા. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂને લાક્ષાગૃહમાં મોકલ્યાં અને પછી લાક્ષગૃહમાં આગ લગાડી દીધી. પરંતુ બ્રહ્મદત્તકુમારનો વફાદાર મંત્રી ધન તેમજ તેનો દીકરો વરધનુ, આ બન્નેની સહાયતાથી તેઓ લાક્ષાગૃહમાંથી નીકળી ગયા. આટલું વૃતાંત પહેલાં આવી ગયું છે. ત્યારબાદ જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતાં ત્યારે બ્રહ્મદત્તને ખૂબ જ તરસ લાગી. વરધનુ રાજકુમારને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો. આ બાજુ દીર્ઘપૃષ્ઠને ખબર પડી કે રાજકુમાર લાક્ષાગૃહથી નીકળી ગયો છે. તેથી તેણે રાજકુમાર બ્રહ્મદત્ત અને તેના મિત્ર વરધનુને શોધવા માટે ચારે ય બાજુ નોકરોને દોડાવ્યાં. અનુચરો શોધતાં શોધતાં એ જ જંગલના સરોવરને કાંઠે પહોંચ્યા. ત્યાં વરધન રાજકુમાર માટે પાણી ભરી રહ્યો હતો. સેવકોએ વરધનુને પકડી લીધો. એ જ સમયે વરધનુએ એવો જોરદાર અવાજ કર્યો કે બ્રહ્મદત્તકુમાર તેના સંકેતને સમજીને તે જ ક્ષણે ઘોડા ઉપર ચડીને ભાગી ગયો. સેવકોએ વરધનુને રાજકુમાર વિષે પૂછયું પણ તેણે કાંઈ બતાવ્યું નહીં. તેથી રાજાના માણસો તેને મારવા-પીટવા લાગ્યા. ચતુર વરધનુ નિશ્ચેષ્ટ થઈને નીચે પડી ગયો. અનુચરોએ તેને મરેલો સમજીને છોડી દીધો. ત્યાંથી તેઓ રાજકુમારને શોધવા માટે ગયા. રાજસેવકો ગયા પછી વરધનું ત્યાંથી ઊઠ્યો અને રાજકુમારને શોધવા લાગ્યો પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં. તેથી તે પોતાના સંબંધીઓને મળવા માટે પોતાના ઘર તરફ રવાના થયો. માર્ગમાં તેને સંજીવન અને નિર્જીવન નામની બે ઔષધિ મળી. તે લઈને કંપિલપુરનગરની પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચાંડાલ મળ્યો. તેણે વરધનુને કહ્યું – તમારા પરિવારના દરેક માણસોને રાજાએ બંદી બનાવી દીધા છે. રાજાની વાત સાંભળીને વરધનુએ મુંઝાયા વિના ચાંડાલને લાલચ આપીને પોતાના વશમાં કરી લીધો અને તેને નિર્જીવન ઔષધિ આપી અને તેનો સંકેત સમજાવી દીધો. વરધનુના આદેશ અનુસાર ચાંડાલે નિર્જીવન ઔષધિ તેના કુટુંબના મુખ્ય માણસને આપી. તેણે કુટુંબની દરેક વ્યક્તિની આંખમાં એ ઔષધિ આંજી દીધી. તેથી તે તત્કાળ નિર્જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256