________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષા નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરતા જે માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેઓને આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. (૪) આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને પણ સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે રમણીક રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી.
અનેકાંતમય આ નિગ્રંથ પ્રવચન એક ચક્ષુથી નથી ચાલતું. ઉભય ચક્ષુ પ્રવર્તક છે. કેટલાક લોકો ફક્ત માનવસેવાને જ ધર્મ માને છે, વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપન્ન હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તેઓની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શક્તિએ ધર્મની પ્રભાવના કરી શક્તા નથી
આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી દરેક શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્ આધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શક્તિ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઈએ. (૫) શ્રમણ વર્ગે કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઈએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે. આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. () કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશ રાજાએ છઠના પારણે છઠની ૪૦ દિવસ સુધી આરાધના કરી છે, તેમ વર્ણવ્યું છે. પણ આ સૂત્રમાં તે(વાતનો ઉલ્લેખ) ઉપલબ્ધ નથી. (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિપ્રયોજન અહિત કરનારા કે ઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મારાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર ભ્રમણથી મુકત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક હિંદી કવિના શબ્દોમાં કહીએ તો –
जहर दिया महाराणी, राजा परदेशी पी गया, विघटन पाप का किया, रोष को निवारा है । विपदाओं के माध्यम से.कमों का किनारा है। डरना भी क्या कष्टों से, महापुरूषों का नारा है ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org