________________
૨૧૪
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
શકે? ભોળા મિત્રે કહ્યું– જો સુવર્ણ કોલસા બની શકે તો માણસ પણ વાંદરા બની શકે છે.
માયાવી મિત્રએ વિચાર્યું કે મારા આ ભોળા મિત્રને મારી ચાલની ખબર પડી ગઈ છે. જો હું શોર મચાવીશ તો તે રાજાને કહી દેશે. રાજા મને પકડી લેશે દંડ કરશે, બધું ધન લઈ જશે અને મારા દીકરાઓ પણ ફરી મનુષ્ય નહીં થાય. એમ વિચારીને તેણે પોતાના મિત્રને બધી સત્ય વાત કરી દીધી અને ધનનો અર્ધો ભાગ પણ તેને આપી દીધો. સરળ મિત્રે બન્ને વાંદરાઓને ઘરમાં જઈને બાંધી દીધા અને જે સ્થળે કપટી મિત્રના બે પુત્રો રાખ્યા હતા ત્યાંથી લાવીને તેને સોંપી દીધા. આ સરળ મિત્રની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૩૭) શિક્ષા–ધનુર્વેદઃ- કોઈ એક ગામમાં એક માણસ ધનુષ્ય વિધામાં બહુ નિપુણ હતો. એક વખત ચાલતાં ચાલતાં તે કોઈ એક શહેરમાં પહોંચ્યો. ત્યાંના લોકોને તેની કળા તથા હોશિયારીની ખબર પડી, એટલે ઘણા શ્રીમંત લોકોના દીકરાઓ તેની પાસે ધનુર્વિધા શીખવા માટે આવ્યાં. કલાચાર્યે તે બધાને પ્રેમપૂર્વક ધનુર્વિદ્યા શીખડાવી. વિદ્યા શીખી લીધા પછી બધા ધનિક પુત્રોએ કલાચાર્યને ઘણું ધન દક્ષિણામાં આપ્યું. વિદ્યાર્થીઓના પારિવારિક જનોને આ વાતની જાણ થતાં, તેઓને ક્રોધ આવ્યો. તેઓએ મળીને નક્કી કર્યું કે કલાચાર્ય જ્યારે અહીંથી તેના ઘરે જવા માટે નીકળે ત્યારે આપણે તેને માર મારીને બધું ધન લઈ લેવું આ વાતની કોઈપણ પ્રકારે ધનુર્વિદ્યાના ધારક કલાચાર્યને ખબર પડી ગઈ. પછી તેણે એક યોજના બનાવી.
પ્રથમ તેમણે પોતાના ગામમાં રહેનાર બંધુઓને સમાચાર મોકલ્યા કે હું અમુક દિવસે અથવા અમુક રાત્રિના થોડાક છાણના ગોળ ગોળ પિંડાઓ નદીમાં વહાવીને રવાના કરીશ. એને તમે કાઢીને ઘરમાં રાખી દેજો. ત્યાર બાદ તેણે પોતાનું સઘળું દ્રવ્ય છાણમાં નાખીને થોડાક પિંડો બનાવ્યા. પછી તેને સૂકવીને રાખી દીધા.
એક દિવસ તેણે વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું – અમારા કુળની એવી પરંપરા છે કે જ્યારે શિક્ષા સમાપ્ત થઈ જાય ત્યારે કોઈ પર્વના શુભ દિવસે સ્નાન કરીને મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં છાણના સૂકા પિંડને નદીમાં પ્રવાહિત કરવામાં આવે એ માટે અમુક રાત્રિના આ કાર્ય કરવામાં આવશે.
નિશ્ચિત કરેલી રાત્રિએ કલાચાર્ય અને સર્વે વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચારણ કરતાં કરતાં સૂકા છાણના પિંડોને નદીમાં રવાના કરી દીધા. એપિંડાઓ નિશ્ચિત સ્થાન પર પહોંચ્યા એટલે કલાચાર્યના બંધુજનોએ તેને સુરક્ષિત રીતે કાઢીને પોતાના ઘરમાં રાખી દીધા.
થોડો સમય વ્યતીત થયા બાદ એક દિવસ કલાચાર્યે વિદ્યાર્થીઓને તથા તેના સંબંધીઓને કહ્યું- આજે હું મારા ઘરે જવા માટે રવાના થાઉં છું. કલાચાર્યના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર જોઈને વિદ્યાર્થીઓના પરિવારજનોએ વિચાર્યું કે તેમની પાસે કાંઈ છે નહીં માટે તેને લૂંટવા કે મારવા જેવું કાંઈ છે નહીં. કલાચાર્ય પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે સકુશળ પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે ઘેર જઈને પેલા છાણના પિંડોનો ભૂકો કરીને જોયું તો પોતાનું ધન બરાબર નીકળ્યું. (૩૮) અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર - એક વણિકને બે પત્ની હતી. એકને એક પુત્ર હતો અને બીજી સ્ત્રી વંધ્યા હતી. બન્ને માતાઓ પુત્રનું પાલન પોષણ બરાબર કરતી હતી. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International