________________
૧૯૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
બચાવીને સહર્ષ પોત પોતાના ઘરે ગયા. ધન્ય છે રોહકની ઓત્પાત્તિક બુદ્ધિને! (૮) અગડકૂપ:- એકવાર રાજાએ રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને એક સંદેશો મોકલ્યો કે તમારા ગામમાં સુસ્વાદશીતલ, પથ્ય જળથી પૂર્ણ ભરેલ કૂવો છે તેને જેમ બને તેમ જલ્દીથી જલ્દી અમારે ત્યાં મોકલી દો, નહિ મોકલો તો તમને દંડ દેવામાં આવશે.
રાજાનો આ આદેશ સાંભળીને લોકો ચિંતાગ્રસ્ત બનીને રોહકની પાસે ગયા અને તેનો ઉપાય પૂછળ્યો. બીજું તો ઠીક, પણ કૂવો કોઈ દિવસ ચાલીને બીજે ગામ જતો હશે? હે બુદ્ધિમાન ! આનો ઉપાય આપ જ બતાવી શકશો.
રોહકે કહ્યું– રાજાની પાસે જઈને એમ કહો કે અમારો ગામડાનો કૂવો સ્વભાવથી જ ડરપોક છે. એ એકલો ક્યાંય જતો નથી. કોઈના પર તેને વિશ્વાસ આવતો નથી. માટે આપ ત્યાંના એક કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારો કૂવો ત્યાં આવી જશે.
રોહકના કહેવા મુજબ ગ્રામીણ લોકોએ રાજાને જઈને વાત કરી કે અમારો કૂવો એકલો નહીં આવે, ત્યાંથી તમારા એક કુવાને મોકલો તો તેની સાથે અમારો કૂવો આવી જશે. રોહકની બુદ્ધિ પર રાજા પ્રસન્ન થઈ ગયા. (૯) વન–ખંડ – થોડા દિવસો વ્યતીત થયા પછી રાજાએ ગ્રામીણ લોકોને સંદેશો કહેવડાવ્યો કે તમારા ગામમાં પૂર્વદિશામાં જે વનખંડ છે તેને પશ્ચિમ દિશામાં કરી દો.
ગ્રામીણ લોકો ચિંતામગ્ન બનીને રોહકની પાસે ગયા અને રાજાના આદેશની વાત કરી. રોહકે ઓત્પાતિક બુદ્ધિ વડે કહ્યું– મહારાજને જઈને કહો કે આપ આ ગામને જ પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ આપોઆપ પશ્ચિમ દિશામાં આવી જશે.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ મહારાજાને કહ્યું- આપ આ નગરને પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ સ્વયં પશ્ચિમ દિશામાં આવી જશે.
રાજાએ કહ્યું– આ કોની બુદ્ધિનો ચમત્કાર છે? ગ્રામવાસીઓએ કહ્યું– રોહકની બુદ્ધિનો ચમત્કાર છે. રાજનું રોહકની બુદ્ધિ પર અત્યંત ખુશ થયા. (૧૦) પાયસ :- એક દિવસ રાજાએ અચાનક નટ લોકોને આજ્ઞા કરી કે તમે લોકો અગ્નિ વિના ખીર પકાવીને અહીં મોકલી દો. નટ લોકો ફરી હેરાન થઈ ગયા. રાજા જે જે આજ્ઞા કરે છે તે વાત આપણી બુદ્ધિમાં આવતી નથી. તેઓ તરત જ રોહક પાસે ગયા.
રોહકે પોતાની ઔત્પારિક બુદ્ધિ દ્વારા તરત જ ઉપાય બતાવ્યો કે તમે પહેલા ચોખાને પાણીમાં પલાળી દો. એકદમ નરમ થઈ જાય પછી એ ચોખાને દૂધથી ભરેલી દેગડીમાં નાખી દો. એમાં થોડીક સાકર નાખી દો, પછી એ દેગડીને ચૂનાના ઢગલા પર રાખી દો. ચૂનાના ઢગલામાં થોડુંક પાણી નાંખી દો જેથી ચૂનો ગરમ થઈ જશે. ચૂનાની તીવ્ર ગરમીથી ખીર પાકી જશે, પછી રાજાને જઈને દઈ આવજો.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ ખીર પકાવીને તે દેગડી રાજાને પહોંચાડી દીધી અને અગ્નિ વગર ખીર કેવી રીતે તૈયાર કરી તે વાત રાજાને કહી સંભળાવી. રાજા રોહકની અલૌકિક બુદ્ધિનો ચમત્કાર સાંભળીને આનંદ વિભોર બની ગયા. (૧૧) અતિગ:- થોડા દિવસ પછી રાજાએ રોહકને પોતાની પાસે બોલાવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org