________________
-
...
-
-
-
-
-
-----
-
-
---
-
---
-
-
-
---
-
--
--
-
કથાશાસ્ત્રઃ નંદી સૂત્રની કથાઓ
૧૯૫
રોહકે કહ્યું– પિતાજી! ગ્રામવાસીઓ પર શું કષ્ટ આવ્યું છે? ભરત નટે રાજાની આજ્ઞા વિષેની મુશ્કેલી બતાવી. પિતાની વાત સાંભળીને રોહકે સ્મિત કરતાં કહ્યું – આ કામમાં શું સંકટ છે? આ કષ્ટને હું હમણા જ દૂર કરી દઈશ. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના એવા રોહકની વાત પર લોકોને વિશ્વાસ શી રીતે આવે?
રોહકે કહ્યું- આપ લોકો મંડપ બનાવવા માટે એ મહાશિલાની ચારે તરફ જમીન ખોદો. પછી તેની ચારે ય બાજુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં થાંભલાઓ લગાવી દો. પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારેય બાજુ સુંદર મજાની કોતરણી યુક્ત દિવાલો બનાવી દો. આ રીતે કરવાથી અતિ સુંદર મંડપ બની જશે. આ છે રાજાની આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ ઉપાય.
મંડપ બનાવવાનો સહજ ઉપાય રોહકે બતાવ્યો. તે બધા લોકોને ગમી ગયો. ઉપાય મળી ગયા પછી ભરત, રોહક તેમજ ગ્રામવાસીઓ બધા પોત પોતાના ઘરે ગયાં. ભોજન કયો બાદ લોકો ગામની બહાર જ્યાં મહાશિલા હતી ત્યાં આવ્યા અને ચારે બાજુ ખોદકામ શરૂ કરીને થાંભલાઓ મૂકી દીધા પછી વચ્ચેની જમીન ખોદીને સાફ કરી. પછી મહાશિલાની ચારે બાજુ દિવાલો ચણી દીધી. આમ કરવાથી મહાશિલા તે મંડપની છત બની ગઈ.
ત્યારબાદ ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા અને નિવેદન કર્ય–મહારાજ! આપશ્રીએ અમોને આજ્ઞા કરી હતી તે પ્રમાણે અમે મહાશિલાને ત્યાંથી હટાવ્યા વગર જ મંડપ તૈયાર કરેલ છે, આપશ્રી કૃપા કરીને તેનું નિરીક્ષણ કરવા માટે પધારો.
રાજાએ સ્વયં આવીને મંડપને જોયો કે તરત જ તેનું મન ખુશ થઈ ગયું. પછી રાજાએ તેઓને પૂછયું આ રીતે મંડપ બનાવવાનો ઉપાય તમને કોણે બતાવ્યો? ગ્રામીણ લોકોએ એકી અવાજે કહ્યું– મહારાજાધિરાજ! આ ઉપાય અમને ભરત નટના નાનકડા બાળક રોહકે બતાવ્યો. તેની બુદ્ધિનો આ ચમત્કાર છે. તેની બુદ્ધિથી અમે આપની આજ્ઞાનું પાલન કરી શક્યા છીએ. રોહકની હાજર જવાબી બુદ્ધિ તેમજ તેની સૂઝબૂઝ યુક્ત મતિ જોઈને રાજા અતિ સંતુષ્ટ થયા. રોહક રાજાની એક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો. રાજા પ્રસન્ન થતાં થતાં પોતાના ગામ તરફ રવાના થયા. (૩) મિન્ટ – રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક ઘેટું મોકલ્યું અને સાથે કહેવડાવ્યું કે પંદર દિવસ પછી આ ઘેટાને રાજા પાસે મોકલી દેજો. પણ હા, રાજાની એક શરત છે, આ ઘેટાનું અત્યારે જેટલું વજન છે એટલું જ રહેવું જોઈએ, એક પખવાડીયામાં વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જેમ છે એમ જ પાછું સોંપી દેજો.
રાજાની ઉપર્યુક્ત આજ્ઞા મળતા ગ્રામીણ લોકો ચિંતાતુર બની ગયા. લોકોએ વિચાર્યું કે જો એને સારું ખવડાવશું તો પંદર દિવસમાં આ ઘેટાનું વજન વધી જશે અને જો એને ભૂખ્યું રાખશું તો એક પક્ષમાં(૧પદિનમાં) તેનું વજન ઘટી જશે. આ વિકટ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ ભરતના પુત્ર રોહકને બોલાવ્યો અને રાજાની ઘેટા વિષેની જે આજ્ઞા હતી તે રોહકને અથ થી ઈતિ સુધી કહી સંભળાવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org