________________
૧૩૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
|
|
આહાર ન મળતો અને ક્યારેક આહાર મળે તો પાણી ન મળતું.
જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ કર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેના આ તપોમય શરીરના અંગ-ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું છે કે ધના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા.
ધન્ના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં ભગવાનની સાથે અમાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધમોપદેશ સાંભળી શ્રેણિકે પૂછયું- અંતે ! ગૌતમાદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે. પ્રભુએ ફરમાવ્યું કે વર્તમાન સર્વ નિઓમાં ધન્ના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે.
આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા, ધના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ કર્યા, ભકિતસભર વંદન કર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધન્ના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચડી સંલેખના કરી. તેમણે નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થ- સિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ– ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે.
પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઈએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ કર્યા બાદ સાધકે ક્યાં ય મમત્વ રાખવું ન જોઈએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ-સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી જ લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધન્ના અણગારની જેમ જ સમજવું. તે દરેકના નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ-સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે.
ત્રીજા વર્ગમાં વેહલકુમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પુત્ર વેહલ અને વેહાસય નું વર્ણન છે. બીજામાં હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં વહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન-ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે. ત્રીજા વર્ગ વર્ણિત દસ મહાત્માઓઃ - (૧) ધન્ય (૨) સુનક્ષત્ર (૩) ત્રષિદાસ (૪) પેલ્લક (પ) રામપુત્ર (૬) ચંદ્રિક (૭) પૃષ્ટિમાત્રિક (૮) પેઢાલ પુત્ર (૯) પોષ્ટિલ (૧૦) વેહલ. આ શાસ્ત્રમાં વર્ણિત ૧૭મહાત્માઓ સર્વાર્થસિદ્ધમાં અને ૧૬મહાત્માઓ ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
(અત્તરપપાતિસૂત્રસંપૂર્ણ )
Jain Education International
Private
Personal use only
www.ainelibrary.org