________________
၄၄
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા.
ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા.
એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢ્યા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દઢતાની પ્રશંસા ઇન્દ્રસભામાં કેન્દ્ર કરી. મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ. તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું- તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત પણ પરવા તેમને નથી. તે જોઈદેવનો ગુસ્સો ખૂબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા.
દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસકના નહિ માનવાથી તેને સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો, પછી પગ નીચે કચડ્યો; ઘોર વેદના સહન કરવા છતાં કામદેવ નિશ્ચલ રહ્યા. દેવમાયાથી પુનઃ તેનું શરીર દુરસ્ત થઈ ગયું.
ફરીને ત્રીજી વખત દેવે વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું, તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી: હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો.
ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા હતા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા, ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને કામદેવ શ્રાવકને પૂછયું કે– આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા? કામદેવે સ્વીકાર કર્યો.
તે ઘટના બતાવી ભગવાને શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org