________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
વિનય વ્યવહારપૂર્વક તેમને વિદાય કર્યા.
થોડી જ વારમાં ગવેષણા કરતો તે ભાઈઓનો બીજો સંઘાડો પણ સંયોગ વશ દેવકી રાણીને ત્યાં પહોંચ્યો. રાણીએ તેમને પણ ભાવપૂર્વક થાળમાં મોદક ભરી ઇચ્છાનુસાર વહોરાવ્યા. અને વિનય વ્યવહારપૂર્વક તેમને પણ વિદાય કર્યા. ત્રીજો સંઘાડો પણ દેવકીના ઘર તરફ - સંયોગવશ ત્રીજો સંઘાડો પણ ત્યાં પહોંચ્યો. દેવકી રાણીએ પોતાનું અહોભાગ્ય સમજીને ભક્તિપૂર્વક રસોઈ ઘરમાં જઈને તે જ પ્રમાણે થાળ ભરીને મોદક વહોરાવ્યા પછી દેવકી રાણીને એ આભાસ થયો કે આ જ બે મુનિઓ વારંવાર ભિક્ષા લેવા માટે આવી રહ્યા છે. આ આશંકાનું કારણ એ હતું કે તે છએ ભાઈઓ દેખાવમાં લગભગ સરખા હતાં. જેને કારણે અપરિચિત વ્યક્તિ માટે ભ્રમ થવો સહજ હતો. શંકા અને સમાધાન :- દેવકી રાણીએ ત્રીજા સંઘાડાને વિદાય દેતાં વિનમ્રતા પૂર્વક નિવેદન કર્યું કે હે દેવાનુપ્રિય! શ્રી કૃષ્ણ વાસુદેવની રાજધાનીમાં (નગરીમાં) શ્રમણ નિગ્રંથોને બરાબર ભિક્ષા નથી મળતી? કે એક જ ઘરે ફરીફરીને વારંવાર આવવું પડે છે.
દેવકીના શંકાયુક્ત વાકયોના ઉચ્ચારણથી મુનિ તેના આશયને સમજી ગયા કે બબ્બેના સંઘાડારૂપે ત્રણવારમાં અમે છએ ભાઈઓ દેવકીના ઘેર આવી ગયા છીએ. સરખા વર્ણ, રૂપ આદિને કારણે દેવકી રાણીને એ ભ્રમ થઈ રહ્યો છે કે આ જ બંને મુનિઓ મોદક માટે ફરી-ફરીને પાછા આવે છે, તો આ મુનિઓને આવું કરવાની શી આવશ્યકતા પડી? દ્વારિકા નગરીમાં ઘણા ઘર છે અને પુષ્કળ ભિક્ષા મળી શકે છે.
મુનિએ સમાધાન કરતાં સ્પષ્ટીકરણ કર્યું કે અમે છ ભાઈઓ ભદિલપુર નગરના શ્રેષ્ઠી પુત્રો હતા. છએનું રૂપ, લાવણ્ય, વય વગેરે સરખાં છે. અમો બત્રીસ-બત્રીસ પત્નીઓ અને સુખ વૈભવનો ત્યાગ કરી અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષિત થયા છીએ. દીક્ષા દિનથી જ આજીવન છઠના પારણે છઠનું તપ કરીએ છીએ. સાથો-સાથ અનેક પ્રકારના તપથી સંયમની આરાધના કરી રહ્યા છીએ. આજ અમારે છએ ભાઈઓનું એક સાથે છઠનું પારણું આવ્યું. ભગવાનની આજ્ઞા લઈને બબ્બેના સંઘાડામાં નીકળ્યા છીએ. સહજ સ્વાભાવિક તમારા ઘેર ત્રણેય સંઘાડાનું આવવાનું થઈ ગયું છે. એટલા માટે હે દેવકી રાણી! પહેલાં આવેલા મુનિઓ અન્ય હતા અને અમે પણ અન્ય મુનિઓ છીએ. દ્વારિકામાં ભિક્ષા નથી મળતી એવી વાત નથી અને અમે પુનઃપુનઃ આવ્યા એવું પણ નથી. એક સરખા, સગા ભાઈઓ હોવાને કારણે તમને એવો આભાસ થયો છે.
આવી રીતે સમાધાન કરીને મુનિ ચાલ્યા ગયા. આ વાર્તાલાપ વચ્ચે જે સમય પસાર થયો તેમાં દેવકીએ મુનિઓના અલૌકિક રૂપ લાવણ્યને જોયું. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org