________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
કરતાં તેણે કહ્યું કે– (૧) હે માતા-પિતા ! હું જાણું છું કે જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરવાનો છે. હું પણ અવશ્ય મરીશ. પરંતુ કયારે, કયાં અને કેવી રીતે મરીશ એ હું નથી જાણતો. અર્થાત્ આ ક્ષણભંગુર વિનાશી મનુષ્યનું શરીર કયારે સાથ છોડી દેશે, કયારે મૃત્યું થશે, તે હું જાણતો નથી.
(૨) હે માતા પિતા ! હું એ નથી જાણતો કે હું મરીને કયાં જઈશ ? કઈ ગતિ કે યોનિમાં મને જન્મવું પડશે? પરંતુ હું એ જાણું છું કે જીવ જેવા કર્મો આ ભવમાં કરે છે તે અનુસાર તેને ફળ મળે છે. તદનુસાર જ તે તેવી ગતિ અને યોનિમાં ઉત્પન્ન થશે. અર્થાત્ જીવ સ્વકૃત કર્માનુસાર જ નરક-સ્વર્ગ આદિ ચતુર્ગતિમાં જન્મે છે, તે હું જાણું છું.
૧૧૧
ઉત્તરનો સાર ઃ– તેથી હે માતા-પિતા ! ક્ષણભંગુર અને નશ્વર એવા માનવ ભવમાં શીઘ્ર ધર્મ અને સંયમનું પાલન કરી લેવું જોઈએ. એ જ બુદ્ધિમાની છે. આમ કરવાથી, ક્ષણિક એવા આ માનવ ભવનો અપ્રમત્તતા પૂર્વક ઉપયોગ થઈ જશે. અને મર્યા પછી પણ પરિણામ સ્વરૂપ સદ્ગતિ જ મળશે. આ રીતે સંયમ ધર્મની આરાધનાથી જીવ સ્વર્ગ અથવા મુક્તિગામી જ બને છે. અન્ય બધાં જ દુર્ગતિના માર્ગો બંધ થઈ જાય છે. તેથી હે માતા-પિતા ! હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું, તમે મને આજ્ઞા આપો. આ પ્રમાણે એવતાએ પોતાના વાક્યોની સત્યતા સાબિત કરી આપી કે– (૧) જે હું જાણું છું તે નથી જાણતો અને (૨) જે હું નથી જાણતો તે હું જાણું પણ છું. તેનો મૂળપાઠ આપ્રમાણે છે – [ વેવ ગાળામિ, તેં રેવ ન ગાળામ; ન સેવ ન ગાળામિ, તં દેવ जाणामि ।
એવતા રાજા ઃ– અન્ય પ્રકારે પણ માતા-પિતાએ તેને સમજાવવાનો અને ટાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એવતાની રુચી અને લગન અંતરની સમજપૂર્વકની હતી. તેનો નિર્ણય સબળ હતો. આથી માતા-પિતા તેના વિચારો પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારે તેઓએ પોતાના મનની સંતુષ્ટિ માટે એવતાને એક દિવસનું રાજ્ય આપ્યું અર્થાત્ એવંતાનો રાજ્યાભિષેક કરી પોતાની હોંશ અને તમન્ના પૂરી કરી. એવંતા એક દિવસ માટે રાજા બન્યો. પરંતુ બાળક હોવા છતાં પણ તેની દિશા તો બદલી જ ચૂકી હતી. તે બાલ રાજાએ માતા-પિતાના પૂછવાથી પોતાની દીક્ષા સંબંધી આદેશ આપ્યો.
એવંતાની દીક્ષા ઃ માતા-પિતાએ પોતાની ઈચ્છાનુસાર તેનો દીક્ષા મહોત્સવ કર્યો અને ભગવાન મહાવીરની સમક્ષ લઈ જઈને શિષ્યની ભિક્ષા અર્પિત કરી. અર્થાત્ તે બાલકુમાર એવંતાને દીક્ષિત કરવાની અનુમતિ આપી દીધી. ભગવાને તેમને દીક્ષાપાઠ ભણાવ્યો અને સંક્ષેપમાં સંયમાચારનું જ્ઞાન અને અભ્યાસ
www.jainelibrary.org
કરાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only