________________
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
એમનું મોઢું પણ નથી જોયું. સાતમો પુત્ર કૃષ્ણ થયો તો તેનું બાલ્યકાળ પણ મેં નથી જોયું. તેમનું લાલન-પાલન નથી કર્યું. જગતની તે માતાઓને ધન્ય છે કે જેમણે પોતાના પુત્રની બાલ્યાવસ્થાના અનેક પ્રકારના બાલ્યભાવ સંબંધી સુખોનો અનુભવ કર્યો છે. તેમને લાડ લડાવ્યાં હશે. પ્રેમ કર્યો હશે. ખવડાવ્યું હશે. પીવડાવ્યું હશે. સ્તનપાન કરાવ્યું હશે. અને પોતાની ગોદમાં રાખ્યાં હશે. મેં આવું કંઈ પણ સુખ નથી જોયું. મારું તો આવા અલૌકિક પુત્રને જન્મ આપવાનું પણ નિરર્થક છે. અને આ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડનો સ્વામી છે. તે પણ છ માસે આવે છે. અર્થાત્ તેને મારી પાસે આવવાની અને બેસવાની ફુરસદ જ કયાં છે? આ પ્રકારે મોહ ભાવોથી પ્રેરાઈને દેવકી રાણી સંકલ્પ-વિકલ્પ કરતી-કરતી આર્તધ્યાનમાં મગ્ન બની ગઈ અને પોતાની ઇચ્છા અને પુત્ર મોહમાં ડૂબીને, રાજસી વૈભવને ભૂલી જઈને સંતાન દુઃખનો અનુભવ કરવા લાગી.
८७
કૃષ્ણ વાસુદેવ માતાની પાસે :– સંયોગવશાત્ કૃષ્ણ વાસુદેવ બીજા જ દિવસે સવારે માતાને પ્રણામ કરવા તેમના મહેલમાં ગયા. માતાને આ પ્રકારે આર્તધ્યાન કરતાં જોયાં. તેમણે માતાને પ્રણામ કર્યા, પરંતુ દેવકી રાણી દુઃખમાં ડૂબેલી હતી. તેમણે કૃષ્ણની સામે પણ ન જોયું કે ન તેમને આશીર્વચન કહયા અને તેમના આગમન પર પ્રસન્નતા પણ વ્યકત ન કરી. તે પોતાના વિચારોની વણજારમાં ખોવાયેલી હતી. શ્રી કૃષ્ણે આગ્રહ પૂર્વક માતાને દુઃખનું કારણ પૂછ્યું. દેવકીએ આખાયે ઘટના ચક્ર અને મનોગત સંકલ્પનું સ્પષ્ટીકરણ શ્રી કૃષ્ણ પાસે કર્યું.
મુનિઓની ગોચરી પધાર્યાની વાતથી માંડીને આર્તધ્યાનની બધી જ હકીકત સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આઠ પુત્રની વાત તો સાચી જ હશે. માટે હજી મારો એક ભાઈ અવશ્ય થશે. તેમ છતાં હરિણગમેષી દેવ તેને અહીંથી ત્યાં પરિવર્તન ન કરી દે, તેનો ઉપાય કરી લેવો જોઈએ. કૃષ્ણ વાસુદેવે દૃઢ નિશ્ચય પૂર્વક માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારો આઠમો નાનો ભાઈ થશે અને તું તેની બાલ્યાવસ્થાનો અને બાલ્યક્રીડાનો અનુભવ કરીશ. માતાને પૂર્ણ આશ્વાસન આપીને કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં ગયા. વિધિ પૂર્વક પૌષધ ગ્રહણ કર્યો. અને અક્રમના પચ્ચક્ખાણ લઈને હિરણગમેષી દેવની મનમાં આરાધના કરવા લાગ્યા.
દેવદર્શન અને દેવકીનું પ્રસન્ન ચિત્ત ઃ– સમયની અવધિ પૂર્ણ થતાં દેવ પ્રસન્ન થઈ પ્રગટ થયો અને શ્રી કૃષ્ણને યાદ કરવાનું કારણ પૂછ્યું. કૃષ્ણ વાસુદેવે પૌષધ પાળીને પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું કે મને સહોદર નાનો ભાઈ આપો. દેવે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને નાનો ભાઈ થશે. જે દેવલોકમાંથી ચ્યવન કરીને આવશે અને યુવાનીમાં પ્રવેશ કરતાં જ સંયમ લઈને આત્મકલ્યાણ કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org