________________
મ
કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર
અ૨સ-નિરસ છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય કોઈપણ સુખાનુભાવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર પ્રાપ્ત કરવો, ઘર-ઘર ફરવું અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરવું, હે પુત્ર ! ખૂબ જ દુષ્કર છે. તે જ રીતે હે પુત્ર! ગ્રામાનુગ્રામ પગપાળા ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ બાવીસ પરીષહ સહન કરવા અતિ મુશ્કેલ છે, તેથી હે પુત્ર ! તું હમણાં દીક્ષા ન લે. તારું આ શરીર(સુકુમાર હોવાને કારણે)સંયમને યોગ્ય નથી. તું ખૂબ જ સુકોમળ છે. જો તારે દીક્ષા લેવી હોય તો યુવાન વય પસાર થઈ જાય પછી લેજે.
૯૧
સંયમી જીવનમાં સંકટોની વાત સાંભળીને પણ ગજસુકુમારનો વૈરાગ્ય પૂર્વવત્ રહ્યો. તેણે ઉત્તરમાં કહ્યું કે હે માતા-પિતા ! લૌકિક પિપાસામાં પડેલા જે સામાન્ય જીવો છે તેમને માટે આ નિગ્રંથ પ્રવ્રજ્યા ભલે કષ્ટદાયક હોય પરંતુ જેમને ઇહલૌકિક કે પૌદ્ગલિક સુખની જરા પણ આશા, લાલસા કે અભિલાષા નથી તેમના માટે સંયમ જીવનનું આચરણ અને પરીષહ, ઉપસર્ગ કંઈ પણ કષ્ટદાયક કે દુષ્કર નથી. તેથી હે માતા-પિતા ! તમારી આજ્ઞા હોય તો હું દીક્ષા લેવા ઈચ્છું છું.
શ્રી કૃષ્ણની સમજાવટ અને રાજ્યાભિષેક :– જ્યારે માતા-પિતા કોઈપણ પ્રકારે તેના વિચારોને પરિવર્તિત ન કરી શક્યા, ત્યારે કૃષ્ણ વાસુદેવ ત્યાં આવ્યા અને ગજસુકુમારને ભેટ્યા. તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડયા અને કહ્યું કે, તું મારો સગો નાનો ભાઈ છે, તું હમણાં ભગવાનની પાસે દીક્ષા ન લે, હું તને ભવ્ય રાજયભિષેક કરીને દ્વારિકાનો રાજા બનાવીશ. કુમારે મૌન રહીને શ્રી કૃષ્ણના વચનોનો અસ્વીકાર કર્યો અને પુનઃપોતાનું નિવેદન પ્રગટ કર્યું.
જ્યારે માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવ ગજસુકુમારના વિચારોને અંશમાત્ર પણ બદલી ન શક્યા ત્યારે તેને એક દિવસ માટે રાજ્ય લેવા અને રાજા બનવાનો આગ્રહ કર્યો. ઉચિત અવસર જોઈને કુમારે મૌન પૂર્વક તેનો સ્વીકાર કર્યો. રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી. મહોત્સવ પૂર્વક રાજ્યાભિષેક કરીને માતા પિતા અને કૃષ્ણ વાસુદેવે પોતાની અભિલાષા પૂર્ણ કરી.
ગજસુકુમારની દીક્ષા :– ત્યાર પછી શ્રી કૃષ્ણ આદિએ નવા રાજા ગજસુકુમાર પાસેથી આદેશ માંગ્યો– હે રાજન્ ! ફરમાવો શું આદેશ છે ? ગજસુકુમારે દીક્ષાની તૈયારીનો આદેશ આપ્યો. આદેશ અનુસાર દીક્ષાની તૈયારી થઈ. ઉત્સવ પૂર્વક ગજસુકુમારને ભગવાનના સમવસરણમાં શિબિકા દ્વારા લાવવામાં આવ્યા.
માતા-પિતાએ ગજસુકુમારને આગળ કરીને ભગવાનને કહ્યું કે અમે આ શિષ્ય-ભિક્ષા આપને આપી રહ્યા છીએ, આપ એનો સ્વીકાર કરો. ભગવાનની સ્વીકૃતિ પર ગજસુકુમાર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં ગયા. આભૂષણ, અલંકાર, વસ્ત્ર આદિ ગૃહસ્થ વેષનો ત્યાગ કર્યો અને સંયમ વેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org