________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
આરાધના માટે આવશ્યક સમજવી જોઈએ.
(૫) આજકાલ સાધકોના મનમાં ન જાણે કેટ-કેટલાની પ્રત્યે કટુતા, અમનોજ્ઞતા, અપ્રસન્નતા, અમૈત્રીના સંકલ્પ અર્થાત્ કોઈને કોઈ તરફ અમનોજ્ઞ ભાવ અને અમનોજ્ઞ વ્યવહારના ચક્ર ચાલ્યા કરે છે. તે બધા સાધકોએ આત્માને જગાડી સાવધાન રહેવુંજોઈએ. અન્યથા બાહ્યક્રિયા કલાપ અને વિચિત્ર તથા વિકટ સાધનાઓ સફળતાની શ્રેણિ સુધી પહોંચાડી શકશે નહીં. તેના માટે બધા શ્રમણોપાસકોએ અને વિશેષ કરીને નિગ્રંથ સાધના કરવાવાળાઓએ ફરી ફરીને આત્મસાક્ષી પૂર્વક ચિંતન-મનન અને સંશોધન અવશ્ય કરવું જોઈએ.
(૬) કેટલાય ધર્મ શ્રદ્ધાળુ માણસો વ્રતોની પ્રેરણા મળ્યા પછી પણ ઘરની પરિસ્થિતિને આગળ કરીને વ્રત નિયમ અને સાધનાથી વિંચત રહી જાય છે. તેઓને મહાશતકના આદર્શને નજર સમક્ષ રાખવો જોઈએ કે તેર તેર પત્નીઓ હોવા છતા પણ ભગવાનની પાસે વ્રતધારણ કરવામાં તેમણે શરમ કે ખોટા બહાના બતાવ્યા નહીં, પરંતુ આત્મીયતાથી ધર્મમાર્ગ સ્વીકાર્યો.
રેવતી પત્ની દ્વારા બાર પત્નિઓના અઘટિત મૃત્યુ થવા છતાં પણ તે શ્રાવકે પોતાની સામાયિક અને મહિનામાં છ પૌષધ આદિ સાધના ન છોડી. તેની મુખ્ય પત્નિના માંસાહાર અને મધસેવન છૂટી ન શક્યાં. તો પણ તેઓ સાધનાની પ્રગતિ કરતા જ ગયા.
(૭) રેવતીની વિલાસિતા અને આસક્તિ વધતી જ ગઈ, તો પણ મહાશતકની સાધના વીસ વર્ષમાં અવિરામ સંથારા સુધી પહોંચી જ ગઈ. કેટલી ઉપેક્ષા, કેટલી એકાગ્રતા અને શાંતિ, સમભાવ રાખ્યા હશે મહાશતક શ્રમણોપાસકે કે એવી વિકટ સંયોગજન્ય સ્થિતિમાં પણ તેમણે ગૃહસ્થ જીવનમાં અવધિજ્ઞાન અને આરાધક અવસ્થા પ્રાપ્ત કરી લીધી.
આ મહાન શ્રમણોપાસકના શાંત અને ધૈર્ય યુક્ત સાધનામય જીવનની પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ.
(૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યગ્ર થઈને અન્ય વ્યક્તિના દોષાચરણથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે. આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાની ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યક્તિના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ જાય તોપણ તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં, પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થાન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઈએ. ધર્મ અને ધાર્મિક વ્યકિત તો આવા સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org