________________
કથાશાસ્ત્રઃ ઉપાસક દશાંગ સૂત્ર
૬૩ |
તિથ્ય લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જોવા લાગ્યા.
વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીરસ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમસ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ધના અણગારની જેમ અસ્થિપંજર(અત્યંત કૃશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શક્ય ન હતું. માટે ગૌતમસ્વામીને નજીક આવવાની તેણે પ્રાર્થના કરી. ગૌતમસ્વામી નજીક ગયા. આનંદે તેઓને ભક્તિ સભર વંદન-નમસ્કાર કર્યા અને નિવેદન કર્યું કે હે ભંતે! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સુધી, નીચે લોલુચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું.
ગૌતમસ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભંતે ! શું જિનશાસનમાં સત્યનું પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમસ્વામીએ ઉત્તરમાં ફરમાવ્યું કે એવું નથી, અર્થાત્ સાચી વ્યક્તિ ને પ્રાયશ્ચિત્ત આવતું નથી. ત્યારે ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે ફરીથી નિવેદન કર્યું કે, હેમંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
દઢતાયુક્ત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા, તરત જ ત્યાંથી નીકળી ભગવાનની પાસે જઈને આહારપાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછ્યું કે આનંદ શ્રાવકે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ કે મારે? પ્રભુએ ફરમાવ્યું કે હે ગૌતમ! તારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને શુદ્ધ થવું જોઈએ. તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઈએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું કર્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા-પ્રેરણા - (૧) વ્યક્તિએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઈએ. (૨) પત્નીનો પતિ તરફ હાર્દિક અનુરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઈએ. 10
Jain Education Internationa
are & Personal use