________________
લબ્ધિ તણા ભંડાર
જગતના ભોળા લોકે તેમની એક લબ્ધિને વિશેષ જાણે છે કે તેમના અંગૂઠામાં એવી લબ્ધિ હતી કે તેના સ્પર્શ માત્રથી પાત્ર અક્ષય બની જતું.
છતાં મહાપ્રાજ્ઞ ગૌતમસ્વામીને એ લબ્ધિઓમાં કાંઈ રસ ન હતો. તેઓ જાણતા હતા કે આ લબ્ધિ પાછળ ભલે આત્મશક્તિ કામ કરતી હોય, તો પણ તે મુક્તિને સહાયક નથી. તેઓ હંમેશા ચિંતિત રહેતા કે પ્રભુના ચરણનું શરણ ગ્રહણ કરીને પ્રભુની અમૃતવાણી ઝીલીને વળી પોતાના જ ઉપદેશથી બોધ પામીને કેટલાય જીવો તેમની નજર સન્મુખ સંસાર તરી ગયાને પોતે કેમ રહી ગયા! શો દોષ છે કે મારાં ઘાતકર્મો નાશ પામતાં નથી ? તેમને આવો સંતાપ ક્યારેક થઈ આવતો ને ભગવાનને પૂછતા કે મારો શો દોષ છે?
કરુણાસાગર પ્રભુ કહેતા કે “હે ગૌતમ ! તમે મારા જેવી પદવીના સ્વામી છો; પણ તમને મારા પ્રત્યેનો પ્રશસ્ત રાગ બાધક થાય છે. મોક્ષ માર્ગ એવો તો સૂક્ષ્મ છે કે ત્યાં શુભરાગ કે પ્રશસ્તરાગ પણ બાધક થાય છે. તે રાગ દૂર થતાં તમે પણ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરશો.”
આવા કથનથી ગૌતમ શાંત થતાં ને પ્રભુ ભક્તિમાં જ સંતોષ માનતા, ભક્તિમાં એટલા લીન થતા કે મુક્તિને ભૂલી જતાં!
એવામાં એક દિવસ તેમની અનુપસ્થિતિમાં ભગવાનની દિવ્યવાણીમાં પ્રસ્તુત થયું કે જે કોઈ ઉત્તમ સાધક પોતાની લબ્ધિઓની સહાયથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી, ત્યાં રહેલાં ચોવીસ જનબિંબોની અપૂર્વ વંદના કરે, અને એક રાત્રી ત્યાં ધ્યાન ધરે તો તે જીવ મોક્ષને પાત્ર થઈ તદ્ભવ મોક્ષ પામે.
પ્રભુની દેશનાનું સઉલ્લાસ શ્રવણ કરી દેવો સ્વસ્થાને જતાં, આ કથન અન્યોન્ય કહેતા હતા, તે વાત ગૌતમસ્વામીના શ્રવણે પડી અને તેમનું મન કંઈક નિ:શંક થયું કે પ્રભુએ કરેલું આ નિરૂપણ એજ મારું તારણ છે. મોક્ષનો આવો સરળ ઉપાય જાણ્યા પછી કોણ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org