Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 188
________________ લબ્ધિ તણા ભંડાર સમય ગોમય મા પમાયે "હે ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ ન કર આ મહાસૂત્ર આપણા શ્રવણે પડ્યું છે. પ્રભુનું આ દિવ્યવચન ગૌતમ ગણધર જે ચાર જ્ઞાન અને પંચમહાવ્રત ધારી, તેમને સંબોધીને પ્રગટ થયું છે. એટલે જગતના પાત્રજીવોએ તેનું મનન કરવા જેવું છે. પ્રમાદી તો પ્રમાદી છે, તેના શ્રવણે આ વચન પડે તો પણ શું ? સંસારભાવથી બધ્ધ એવા જીવને ધર્મ અડતો નથી અને ધર્મભાવનાવાળા જીવને ક્યાંય સંસાર નડતો નથી પ્રભુતો સર્વ ભવ્યજીવોને આ જ બોધ સતત આપતા કે હે જીવો ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો ! પંચમકાળના મનુષ્યનું આયુષ્ય પ્રાય અલ્પ છે. ક્ષણમાં નષ્ટ થાય તેવું છે. દર્ભની અણી પર રહેલા ઝાકળના બિંદુની જેમ સરી પડે તેવું છે. સર્વજ્ઞની વાણીનું પરંપરાએ ઉમાસ્વાતિ આચાર્યશ્રીએ કથન કર્યું છે કે : "પ્રમાદો હિ મૃત્યુ.” આ પ્રમાદ એ જીવનનો મહાશત્રુ છે. તે જીવને અનેક પ્રકારે દુ:ખદાયી છે. આ પ્રમાદની સંતતિ જીવને જળોની જેમ ચોટે છે. પ્રમાદ = સતધર્મ પ્રત્યે અનાદર, અરુચિ પ્રમાદ = સ્વરૂપનું વિસ્મરણ પ્રમાદ = મોહનીય કર્મનો ભયંકર ભરડો પ્રમાદના શાસ્ત્રકારોએ પંદર પ્રકાર કહ્યા છે " પાંચ ઇન્દ્રિય વિષયમાં લોલુપતા - જયાં સુધી જીવને સ્પર્શેન્દ્રિયના આઠ સ્પર્શમાં રાગદ્વેષ વર્તે છે, ત્યાં સુધી જીવ વિષયી કહેવાય છે. ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210