Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 194
________________ લબિ તણા ભંડાર પ્રભુની આજ્ઞાને સફળપણે પૂર્ણ ના અનેરા આનંદથી ગૌતમસ્વામી પ્રતિબોધ કરવા આવ્યા હતા તેથી પણ વિશેષ વરાથી ભગવાન પાસે જવા પાછા ફર્યા કોઈ ગુઢ રહસ્યને કારણે ગૌતમ ક્યાંય રોકાયા નહિં, અને મનમાં ભગવાન ભગવાનનું રટણ કરતાં શીધતાથી વિહાર કરતાં હતા. આ બાજુ શું બન્યું? કરૂણા અને કઠોરતાનો કેવો સમન્વય ! પાવાપુરીની ધન્ય નગરીમાં ભગવાનના એ અંતિમ ચોમાસાના દિવસો લગભગ પૂર્ણ થવા આવ્યા હતા. આયુષ્યની ગતિ પણ સદાને માટે શાંત થવાની હતી, તે સમયે પ્રભુએ લોક કલ્યાણને કારણે પોતાના વચનયોગની ગંગાને સોળ પ્રહર સુધી વહેવરાવી દીધી કેવી કરૂણા? ભગવાને એ અંતિમ દેશનામાં જગતના જીવોને સંસારના દુ:ખનું અને મોક્ષના સુખનું સાચું સ્વરૂપ દર્શાવી દીધું. શુભાશુભ પરિણામથી જીવો સંસારના ચક્રમાં ફસાયા છે, તેનો ઉપદેશ આપ્યો. અને સંવર તથા નિર્જરારૂપ ધર્મનું મહાભ્ય જણાવી, જીવોને મુક્તિ માર્ગની દેશના આપી પ્રભુની અપૂર્વ અને અંતિમ દેશનાને રાજા, મહારાજાઓ અને અન્ય શ્રોતાજનો પોતાની હૃદયભૂમિમાં અંકિત કરીને ધન્ય બની ગયા. પ્રભુના નિર્વાણનો સમય નજીક આવતો ગયો, ત્યારે વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. અંતરીક્ષમાં રહેલા ભસ્મક ગ્રહને પણ ત્યારે પ્રગટ થવાનો અવકાશ મળ્યો હોય તેમ તેનો યોગ થવાની તૈયારી હતી. દેશનાનું શ્રવણ કરતાં અવધિજ્ઞાની શકે આ યોગની હજારો વર્ષ સુધી માઠી અસર પડશે તે જાણી લીધું. આ ગ્રહના યોગમાં પ્રભુનું નિર્વાણ થાય તો આવતો કાળ દુખમય બની જશે. પરંતુ બનનાર છે તેને કોઈ ફેરવી શક્યું નથી. દરેક દ્રવ્યની પરિણમનશીલતા સ્વતંત્ર છે. તેમાં સર્વજ્ઞ પણ કંઇજ કરી શકે તેમ નથી. કારણ કે સર્વજ્ઞ પોતાના જ્ઞાનમાં સ્વતંત્ર છે, દુનિયાને ફેરવવાની બુદ્ધિના કર્તા નથી. છતાં શકેન્દ્ર ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210