Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 199
________________ લબિ તણા ભંડાર પૂછતા તે આગળ વધતા હતા. તેમની મૂંઝવણ એ હતી કે હવે વાત્સલ્ય ભર્યો ગૌતમ શબ્દ સાંભળવા નહિ મળે, અને ભંતે કહીને હું મારા મનનું સમાધાન પણ કેવી રીતે કરીશ ? હે ભગવાન ! તમને આ શોભતું ન હતું. છેવટે તમે મને છેલ્લી ઘડીએ સાથે રાખ્યો હોત તો હું કંઈ તે વખતે એવો આગ્રહ ન રાખત કે મને કેવળજ્ઞાન આપો, પછી જાવ. વળી તમારી સાથે આવવાનો આગ્રહ ન રાખત. આમ ગૌતમ બાળકની જેમ નિરાધારપણે ઘણી મૂંઝવણ અનુભવવા લાગ્યા અંતે પાવાપુરીના નિર્વાણના પવિત્ર સ્થાને ગૌતમસ્વામી આવી પહોંચ્યા. દેવો અને માનવોથી વીંટળાએલા પ્રભુના પાર્થિવ દેહને તેઓ અત્યંત અનુરાગથી નિહાળી રહ્યા. કેન્દ્રના આશ્વાસનથી સૌની જેમ ગૌતમને કંઈ કળ વળતા હવે તેઓ વિચારવા લાગ્યા કે : અહો ! મેં પ્રથમથી જાણ્યું જ નહિ કે પરમાત્મા તો વીતરાગ અને નિસ્પૃહી હતા. તેઓને ભક્તિ કરનાર પ્રત્યે રાગ અને ઉપસર્ગ કરનાર સંગમ પ્રત્યે ક્યારેય ષ થયો નથી. પ્રભુ તો મને વારંવાર કહેતા કે હે ગૌતમ ! તમે અમારા પર અનુરાગ રાખો છો તે તામારા જ્ઞાન સ્વરૂપને પ્રગટ થવામાં બાધક છે. પ્રશસ્ત પુરષ પ્રત્યેનો પ્રશસ્ત સ્નેહ શુદ્ધ મોક્ષમાર્ગમાં સાધન છે, સાધ્ય નથીતમે સાધ્યને પકડો, સાધન માત્ર નિમિત્ત છે. પણ ભગવાન ! મેં આપની આ વાતનો વિચાર કર્યો નહિ તેમાં દોષ તો મારો જ હતો આપની પાવન નિશ્રાથી હજારો જીવો મુક્ત થયા અને હું આપનો પ્રથમ શિષ્ય રહી ગયો તેમાં મારી ભક્તિની મસ્તી હતી. જો કે પ્રભુ મને આપની ભક્તિમાં મુક્તિનો આનંદ મળતો હતો; પરંતુ આપ કરૂણાળુ જાણતા હતા, કે એ સાત્વિક આનંદ છે. એવો પ્રશસ્ત રાગ પણ હેય છે અને તેથીજ કહેતા હતા કે : હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. ૧૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210