Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 207
________________ લબિ તણા ભંડાર ઉપસંહાર ગણધર ગુરૂ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ અપાર હતી. પરંતુ તેમની ગરિમા એવી હતી કે તેમને લબ્ધિનો ઉપયોગ કરવાની જરૂર જ ન રહેતી. વાસ્તવમાં તેમને માટે સર્વ લબ્ધિના જનક ભગવાન મહાવીર હતા. તેમની ભક્તિ અને આજ્ઞામાં તેમની સર્વ શક્તિ, લબિ કે સિધ્ધિઓ સમાઈ જતી. ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, છતાં જે કંઈ મળ્યું છે, તે આપણે માટે મહાન શ્રુતજ્ઞાન રૂપ છે. - શિશુવયથી જ તેમનું જીવન અત્યંત ત્યાગ અને તિતિક્ષાવાળું હતું. સંસારના પાર્થિવ પ્રલોભન તો એમને સ્પર્શી જ શક્યા ન હતા. વિદ્યા વ્યાસંગ અને યજ્ઞનું આયોજન તે તેમના જીવનના પ્રાણ હતા પ્રાજ્ઞ પંડિત હોવા છતાં યુવાનીના કાળમાં પણ તેમનું વ્યક્તિત્વ સરળ અને નિર્દોષ હતું. શિષ્યો સાથે તેમનો સંબંધ અત્યંત વાત્સલ્યપૂર્ણ હતો. એકવાર તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યા પછી, તેમની છત્ર છાયા કોઈ છોડી શકતું નથી ઈન્દ્રભૂતિ ગૌતમની પ્રતિભા સર્વ કળાએ વિકાસ પામી હતી, છતાં તેની પૂર્ણતામાં કોઈ કડી ખૂટતી હતી. તે પૂર્ણ કરવા અને પૂર્વના જન્મના સ્નેહનું કોઈ રહસ્ય ભગવાન મહાવીરને તેમની સામે ખેંચી લાવ્યું. ભગવાન મહાવીરની સર્વજ્ઞ તરીકેની પ્રતિભાથી પ્રથમ તો ગૌતમ ચમક્યા, પણ કર્મની અકળ ગતિનો ન્યાય તેમને ભગવાન પાસે લઈ આવ્યો. પ્રથમ તો તેઓ અહંભાવથી મહાવીરને પરાજીત કરવા, અને પોતાની વિજય પતાકામાં ઉમેરો કરવા ગર્વ સહિત સમવસરણમાં પહોંચી ગયા. ભગવાન તો વાદ-વિવાદથી પર હતા. કેવળ વાત્સલ્યમૂર્તિ હતા. ૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210