Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 186
________________ લબ્ધિ તણા ભંડાર મોક્ષમાર્ગમાં જ્ઞાત, જાત, વેશ, દેશ કે રંગરુપનો કોઈ ભેદ નથી. જે શુધ્ધપદને શુધ્ધભાવથી આરાધ છે, તે અવશ્ય મોક્ષાર્થી છે, અને તે મોક્ષ પામે છે." હે ગૌતમ ! તમે સ્વયં મોક્ષ પામવાના છો તે નિ:શંક માનજો." પરમાત્માની દિવ્યધ્વનિનું શ્રવણ કરી, ગૌતમસ્વામી કૃતકૃત્ય થઈ ગયા. ઉદાર, સત્ય અને પવિત્ર વાણી દ્વારા મળેલા ઉત્તરોથી ગૌતમસ્વામી અત્યંત પ્રસન્ન થયા તથા ત્રિવેધ ભગવંતને દ્રવ્ય, તથા ભાવપૂર્વક અત્યંત વિનમ્રપણે વંદન કરીને પોતાને આસને વિરાજમાન થયા. પ્રસ્તૂત પવિત્ર ગ્રંથમાં આ પ્રમાણે આજ્ઞાધારક ગૌતમસ્વામીએ નિર્દોષભાવે હજારો પ્રશ્નો પૂછ્યા હતા. વાક્યપૂર્ણ પરમજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ પોતાની પવિત્ર વાણી દ્વારા તે પ્રનોના ટંકોત્કીર્ણ પ્રત્યુત્તર આપ્યા હતા જેના શ્રવણથી ઉપસ્થિત ગણધરો અને અન્ય શ્રોતાજનો ધન્યતા અનુભવતા હતા. બાવળના બી જેમ બાવળના ઝાડ તથા કાંટાઓને જ ઉત્પન્ન કરે છે. તેવી રીતે પૂર્વભવની વાસનાઓ આ ભવમાં પણ સાથે જ આવતી હોવાને કારણે જીવ પાછો માયા આદિના ચક્કરમાં ફસાય છે. જીવ માત્રની આવા પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ રાધાવેધની ' માફક કોઈક ક્ષણે સંસારના દુ:ખોથી કંટાળીને કે પૂર્વ પુણ્યના યોગે કંઈક પુરુષાર્થ કરી જીવ શક્તિનો સંચય કરે છે. ત્યારે સૌ પ્રથમ તે પાપોના દ્વાર રૂપી આશ્રવના કારણોને રોકવા પ્રેરાય છે. અને વધતા પુરુષાર્થ માટે, સંતસમાગમ, સ્વાધ્યાયબળ અને તપશ્ચર્યાનો આશ્રય લે છે. શુભ અનુષ્ઠાનોના આશ્રયથી જીવમાં શ્રદ્ધા પ્રગટ થાય છે. ત્યાર પછી તે આત્મામાં સમ્યગજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. તે પ્રકાશમાં અજ્ઞાનનો અંધકાર, મિથ્યાજ્ઞાનની ભ્રમજાલ, વિપર્યયજ્ઞાનથી થયેલી વિપરીત બુદ્ધિ, અને સંશયજ્ઞાન પણ છેવટે વિદાય લે છે, અને ૧૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210