Book Title: Labdhitana Bhandar
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 158
________________ લબ્ધિ તણા ભંડાર તે તદુભયાનંદી છે. અનારંભી : મુખ્યત્વે મુક્ત જીવો અનારંભી છે. છતાં અપ્રમત્તદશામાં વર્તતાં મુનિજનો અનારંભી છે.સાધક અવસ્થાવાળા પ્રમત્ત હોવા છતાં જેઓ ગુરુઆજ્ઞામાં રહીને શુધ્ધઅનુષ્ઠાનમાં રત છે તે અનારંભી છે. વળી ઉદયમાં આવતા કષાયજન્ય ભાવોને જેમણે સ્વાધ્યાય, જ્ઞાન બળ અને ધ્યાનબળ દ્વારા શમાવી દીધા છે, તે અનારંભી છે. સંયમધારી હોવા છતાં જેના મન વચન કાયાના યોગો અશુભ એવા આહરાદિની લોલુપતામાં રસગારવ છે, ૠધ્ધિ સુધ્ધિઓનો આકાંક્ષી હોવાથી ૠધ્ધિ ગારવ છે, કે દેહાધ્યાસથી શાતાગારવને સેવીને જ અશુભ પ્રવૃત્તિઓ આદરે છે તે આત્મારંભી, પરારંભી કે ઉભયારંભી હોય છે. દ્રવ્યસંયમને ગ્રહણ કર્યા પછી જો ભાવસંયમને સાધતો નથી તેવો સાધક સંરંભ આરંભ કે સમારંભથી મુક્ત નથી. અત્યંત આરંભવાળો અવિરતિ હોય છે. જો કે એકેન્દ્રિયાદિ જીવોથી લઈને સર્વ સંસારીજીવો કબાયના અલ્પાધિક ભાવવાળા હોવાથી આરંભી હોય છે. અલ્પાયુષ્યનું કારણ ગૌતમ ! “હે ભગવાન ! જીવો એવા કેવા કર્મો કરે છે કે જેનાથી ટૂંકું આયુષ્ય ભોગવે છે." ભગવાન ! “હે ગૌતમ જીવાહિંસા કરવાથી અને જૂઠું બોલવાથી જીવો ટૂંકું આયુષ્ય ભોગવે છે. વળી શ્રમણને અપ્રાસુક અને અનેષણીય (સદોષ) આહાર આપવાથી ટૂંકું આયુષ્ય ભોગવે છે. ટૂંક નોંધ - જીવહિંસા કરનાર હિંસક છે ક્રોધ, આવેશ કે દ્વેષવશ અન્ય જીવોનો ઘાત કરનાર અથવા અન્યની ભાવનાઓને તોડનાર હિંસક છે. Jain Education International For Private & Personal Use Only ૧૩૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210