________________
૨૦
કર્મગ્રંથ-પ. આયુષ્ય કમને વિષે ભૂયસ્કારાદિ બંધસ્થાનેનું વર્ણન.
પ્રશ્ન ૭૯, આયુષ્ય કર્મના બંધસ્થાને કેટલા હોય? કયા? અને તે ક્યારે બંધાય?
ઉત્તર : આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓમાંથી કેઈપણ એક પ્રકૃતિ ને જ બંધ થાય છે અને તે એક ભવમાં ગમે ત્યારે એક જ વાર બંધાય છે. તે પ્રશ્ન ૮૦, આયુષ્ય કર્મના બંધસ્થાનમાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા હોય?
ઉત્તર : આયુષ્ય કર્મના બંધસ્થાનમાં એક પ્રકૃતિને બંધ હોવાથી ભૂયસ્કાર બંધ તથા અલપતર બંધ હોતું નથી અવસ્થિત બંધ એક હોય તથા અવક્તવ્ય બંધ એક હોય છે.
પ્રશ્ન ૮૧, આયુષ્ય કર્મમાં અવક્તવ્ય બંધ કઈ રીતે જાણું?
ઉત્તર : આયુષ્ય કર્મમાં અવક્તવ્ય બંધ આ પ્રમાણે હેય કોઈ જીવ જ્યારે સાત કર્મ બાંધતા બાંધતા આઠ કર્મ બાંધવાની શરૂઆત કરે તેના પહેલા સમયે નવેસરથી આયુષ્ય કમને બંધ કરતે હોવાથી અવક્તવ્ય બંધ ગણાય છે (થાય છે).
પ્રશ્ન ૮૨, આયુષ્ય કર્મનો અવસ્થિત બંધ કેવી રીતે હોય?
ઉત્તર : આયુષ્ય કર્મ બાંધવાની શરૂઆતમાં અવક્તવ્ય બંધ જે થાય છે તેના પછીના સમયથી એક અંતમું ડૂત સુધી બંધ ચાલુ રહેતે હેવાથી તે અવસ્થિત બંધ કહેવાય છે. ગોત્ર કમને વિષે ભૂયકારાદિ બંધસ્થાનેનું વર્ણન. પ્રશ્ન ૮૩. ગત્રકમમાં બંધસ્થાને કેટલા હેય? કઈ રીતે?
ઉત્તર ગોત્ર કર્મની બે પ્રકૃતિઓમાંથી કઈ પણ એક પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેમાં પહેલા અને બીજા ગુણસ્થાનકે પરાવર્તન રૂપે એક પ્રકૃતિનું બંધસ્થાન હોય છે.
પ્રશ્ન ૮૪, ગોત્રકર્મમાં ભૂયકારાદિ બંધસ્થાને કેટલા કેટલા હેય? ક્યા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org