Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ કાન કઠિયારો من. .ن.ت. من. ઢીંચણસમાણાં પાણી ડોળતો ચાલ્યો. નદીકનારે આવ્યો. ત્યાં પાણીનાં પૂરમાં લાકડાં તણાતાં આવે. કાનાએ કુહાડો કિનારે મૂકયો ને થોડે સુધી પાણીમાં ઊતર્યો. પછી એક જબ્બર થડ ખેંચી કાઢ્યું. તેના કકડા કરી ભારી બાંધીને શહેરમાં પાછો આવ્યો. “શું છ પૈસા ઓછા છે ? આટલી ભારીના છ પૈસા ભાઈને ઓછા પડે છે ? શ્રીપતિ શેઠનો નોકર ચંપક બોલ્યો. કાનો કહે, પણ હું બે દિવસનો ભૂખ્યો છું. માટે બે આના તો આપો. ચંપક કહે, તું ભૂખ્યો એમાં અમારે વધારે કિંમત આપવી? વધારે પૈસા જોઈતા હતા તો વધારે લાકડાં લાવવાં હતાં ને. કાનો કહે, મારી કદર કરો, આવા વરસાદમાં આટલાંયે ક્યાં મળે છે? હું ભૂખ્યો છું એટલે તરત વેચીને નાણાં કરવાં છે, નહીંતર બે આનામાં શું? સારું બે આના આપીશ. ચાલ. એમ કહી નોકર કાના કઠિયારાને શેઠની હવેલીએ લઈ ગયો. કઠિયારાએ ભારી ઉતારી. નોકરે આઠ પૈસા ગણી આપ્યા. એવામાં શેઠ બહાર આવ્યા. વિચારમાં પડ્યા કે આ સુગંધ શેની ? જુએ તો બાવનાચંદનની ભારી. તે બોલ્યાઃ અરે ચંપક ! કઠિયારાને પાછો બોલાવ. ચંપકે કઠિયારાને પાછો બોલાવ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36