Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ અમરકુમાર ૧૯ પુરોહિત ધરતી પર ઢળી પડ્યા. મોંએ લોહીના કોગળા આવ્યા. કુદરત પણ અન્યાય કેટલો સાંખે ? સહુને અચરજ થઈ. દોડી દોડીને બાળકનાં ચરણમાં પડ્યા. વિનંતી કરવા લાગ્યા : બનવાની વાત બની ગઈ, પણ તમને કોપ ઘટે નહિ. અમર કહે, સહુને સન્મતિ આવો. સહુનું કલ્યાણ થાઓ. મારે કોઈ સાથે નથી ક્રોધ, નથી વેર. - રાજા અમરકુમારને કહેવા લાગ્યો : માગ ! માગ માગ તેટલું ધન આપું. અમર કહે, મારે ધનનું કામ નથી. આ બધો અનર્થ જ ધનનો છે. હું તો હવે સાધુ થઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ. તે ગયો નગર બહાર ને થોડે દૂર જંગલમાં ધ્યાન લગાવ્યું. અહીં ઋષભદત્ત ને તેની સ્ત્રી ભદ્રા તો ખાડા ખોદે છે ને ધન દાટે છે. મનમાં કાંઈ કાંઈ વિચાર ઘડે છે કે હવે આમ કરીશું ને હવે તેમ કરીશું! એવામાં કોઈએ આવીને વાત કરી : અમરકુમાર તો સાધુ થઈને વનમાં ગયો. આ સાંભળી માતાપિતાના હોશકોશ ઊડી ગયા. હવે શું થશે ? રાજા આ ધન પાછું લઈ લેશે. મનની મુરાદો મનમાં સમાઈ જશે. કાંઈક રસ્તો કાઢવો જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36