Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ કરી શકીએ ? જેન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫ અમરકુમારને ચિત્રશાળાએ લાવ્યા. ગંગાજળે તેને નવરાવ્યો. ગળે લાલ કરેણની માળા નાખી. કપાળે કેસરચંદન ચર્ચ્યા. બ્રાહ્મણો મંત્ર બોલવા લાગ્યા. હવનમાં ઘીની આહુતિ આપી તેને વધારે મોટો બનાવવા લાગ્યા. અમરકુમા૨ ઊભો ઊભો વિચાર કરે છે : અરે ! આ જગતમાં સહુ સ્વાર્થનાં જ સગાં છે. શું મા ! શું બાપ ! શું કુટુંબકબીલો ! શું નાતજાત ! કોઈએ મને બચાવ્યો નહિ. હવે હું શું કરું ! એવામાં તેને યાદ આવ્યું : ભીડભંજનનો નમસ્કારમંત્ર છે તે લાવ સ્મરું. તેણે નમસ્કારમંત્ર જપવો શરૂ કર્યો. ૐૐ સ્વાહા ! ૐૐ સ્વાહા કરતાં બ્રાહ્મણોએ અમરકુમારને હવનના ભડભડતા અગ્નિમાં પધરાવ્યો, પણ અમરકુમારનું ચિત્ત હવે પરમેશ્વરના સ્મરણમાં ચોંટ્યું છે. સતનું બળ તેના હૈયામાં ઊભરાઈ રહ્યું છે. સત્ આગળ અસનું શું ચાલે ? સાપ હોય તેય ફૂલમાળા થાય. અગ્નિ હોય તેય હિમાળો બની જાય. ખરેખર ! તેમ જ થયું. ભડભડાટ કરતો અગ્નિ ઠંડોગાર થઈ ગયો. ધ્યાનમાં બેઠેલો અમરકુમાર કોઈ યોગી જેવો દેખાવા લાગ્યો. તેની કંચનવરણી કાયાને ક્યાંય ડાઘો લાગ્યો નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36