Book Title: Kan Kathiyaro Amarkumar Satya no Jay
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૫ રીતભાત સહુને વહાલી લાગે, પણ માને પૂર્વભવનું વેર, એટલે તેને કદી વહાલ જ આવે નહિ. ૧૬ અમરને નાનપણથી સંતસમાગમ બહુ ગમે. જાણે કે કોઈ સાધુસંત આવ્યા છે તો તેની પાસે પહેલો પહોંચે, તેમની સેવાભક્તિ કરે, તેમનો ઉપદેશ સાંભળે. આ વખતે એ નગરમાં એક જ્ઞાની સાધુ પધાર્યા. અમરકુમા૨ે એ સાંભળ્યું એટલે ચાલ્યો તેમનાં દર્શને. સાધુમહા૨ાજ ઉપદેશ દેતા હતા, ‘નમસ્કાર મંત્ર સકળ શાસ્ત્રનો સાર છે. એને જે સાચા ભાવે સ્મરે તેનાં સઘળાં દુઃખ ટળે.’ ઉપદેશ પૂરો થયો. સાંભળનારા બધા જવા લાગ્યા, એટલે અમરકુમાર તે સાધુ પાસે ગયો. ચરણમાં પડી વંદન કર્યું. પછી હાથ જોડી બોલ્યો : ‘પૂજ્ય મુનિરાજ ! મારા પર કૃપા કરો. મહામંગળકારી નમસ્કારમંત્ર શીખવો.’ સાધુએ તેને નમસ્કારમંત્ર શીખવ્યો. હવે શ્રેણિક રાજાના સેવકો ઋષભદત્તને ઘે૨ આવ્યા, બોલ્યા : લાવો તમારો પુત્ર ને લો આ ધન. બ્રાહ્મણી કહે, અમર ! થા તૈયાર ને જા આ સિપાઈઓ સાથે. અમરની એક આંખમાં શ્રાવણ ને એક આંખમાં ભાદરવો. તે બોલ્યો : પિતાજી, મને બચાવો. આ સિપાઈઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36